Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે રૂા.૩૮૧ લાખના ખર્ચે બનનારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરાયું

  • March 07, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા નવા બસસ્ટેન્ડની સામે રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારના હસ્તે રૂા.૩૮૧ લાખના ખર્ચે બનાવવામાં આવનાર ડૉ. બાબસાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે,રાજય સરકાર દ્વારા ૨૨ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનો બનાવવામાં આવ્યા છે તેમજ વડોદરા અને સુરત ખાતે સ્વેચ્છિક સંગઠનો દ્વારા બે ભવનો અને વ્યારા ખાતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલા ભવન મળીને રાજયમાં કુલ ૨૫ ડૉ.બાબાસાહેર આંબેડકર ભવનો થશે એમ ઉમેરી તેમણે અનુસૂચિત જાતિ માટે અમલી ડૉ.બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના,સફાઇ કામદાર આવાસ યોજના,સાતફેરા સમૂહલગ્ન યોજના,આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે અહીં સાકાર થનારા આ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન શૈક્ષણિક અને સામાજીક ઉત્થાનની સાથે રાષ્ટ્રવાદનું કેન્દ્ર પણ બનશે એમ જણાવી તેમણે સામાજીક સમરસતા જાળવવામાં પણ આ ભવન ઉપયોગી બનશે એમ કહી તેમણે આ ભવનની જાળવણી અને જતનની ફરજ માત્ર સરકારની નહિં પરંતુ સમાજની પણ છે એમ વધુમાં ઉમેર્યું હતું.બારડોલી સંસદીય વિસ્તારના સાંસદ પ્રભુભાઇ વસાવાએ ડૉ.બાબસાહેબ આંબેડકર દ્વારા રચવામાં આવેલા બંધારણથી દેશનું સંચાલન થાય છે,વર્તમાન કેન્દ્ર સરકારે ત્રણ દિવસ સુધી લોકસભામાં બંધારણ પર ચર્ચા કરી હોવાનું ઉમેરી તેમણે ડૉ. બાબાસાહેબના જન્મસ્થળ મહુ ખાતે ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું હોવાનું તથા દિલ્હી ખાતે પણ આંબેડકર ભવન બનાવવામાં આવ્યું હોવાનું જણાવી તેમણે બંધારણીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે કરવામાં આવેલી જોગવાઇઓ જળવાઇ રહે એ માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે અખિલ ભારતીય બૌદ્ધ સમાજના પ્રદેશ અધ્યક્ષ ગોપાળભાઇએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.વ્યારા ખાતે રૂા. ૩૮૧ લાખના ખર્ચે બનનાર આ આંબેડકર ભવનમાં ભોંયતળિયે લાયબ્રેરી અને મ્યુઝિયમ,ગાર્ડન,કંપાઉન્ડ વોલ અને પાર્કિંગની સુવિધા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application