તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢની આરટીઓ ચેકપોસ્ટ હવે સંપર્ણ કોમ્પ્યુટરરાઇઝ્ડ ઓટોમેટિક ચેકપોસ્ટ બની ગઇ છે.ત્યારે આ ડીજીટલ ચેકપોસ્ટનું તા.5મી માર્ચ મંગળવાર નારોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે.આ ચેકપોસ્ટ પર વાહનોની ઊંચાઇ,લંબાઇ,પહોળાઇ તેમજ વાહનોમાં ભરેલા માલ અને વજન માટે ઓટોમેટિક સેન્સર લગાડવામાં આવ્યા છે.જેના દ્વારા વાહનોને કેટલો દંડ ભરવો પડશે એનો મેમો ઓટોમેટિક કોમ્પ્યુટરમાં બનશે.અહીના ચેકપોસ્ટ પરથી પસાર થતાં પ્રત્યેક વાહનનું યુનિક ચેકિંગ થશે અને કેમેરા દ્વારા સમગ્ર ચેકપોસ્ટનું સતત મોનેટરિંગ કરવામાં આવશે.એટલું જ નહી પેનલ્ટી નહી ભરપાઈ કરનાર વાહનો ડીફોલ્ટર એરિયામાં જમા થઇ જશે,જેના કારણે અત્યાર સુધી ટ્રક ચાલકોને આરટીઓ ચેકપોસ્ટ ઉપર જે મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી.તેમાંથી છુટકારો મેળવશે.આરટીઓ કચેરીઓ અને ચેકપોસ્ટ વચ્ચે 24 કલાક માહિતીની આપ-લે,વાહનોની તમામ ડીટેલ તે જ સમયે ઉપલબ્ધ,જેમાં વાહનની લંબાઇ,ઊંચાઇ અને ઓટોમેટિક નંબર પ્લેટ આઈડેન્ટિફિકેશન થશે.જેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે,ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર સોનગઢ ખાતે આરટીઓ ચેરપોસ્ટ કાર્યરત છે.આ ચેકપોસ્ટને સંપૂર્ણ ડિજિટલ બનાવવામાં આવી છે.આ ચેકપોસ્ટ પર ઇન્ટીગ્રેટર એપ્લીકેશન સીસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.દેશમાં સરકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર નાબુદ થાય અને દરેક કાર્ય પાર દર્શક થાય તે માટે ડીજીટલ ઇન્ડીયાની વાતો કરવામાં આવે છે.જેના અનુસંધાને ગુજરાત સરકાર ધ્વારા આરટીઓ ચેકપોસ્ટના સીસ્ટમ ઇન્ટીગ્રેટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application