તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૭મી,માર્ચે શરૂ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષામાં તાપી જિલ્લાના SSC ના 13285 અને HSC ના 5233 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણાધિકારી,તાપી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે 37 બિલ્ડીંગમાં 13285 વિદ્યાર્થીઓ આપશે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1747 અને સામાન્ય પ્રવાહના 4486 વિદ્યાર્થીઓ મળી 5233 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ અંગે કેન્દ્ર સંચાલકો,સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધિ અને ઝોનલ અધિકારી સહિતની તમામ નિમણુંકો કરી દેવામાં આવી છે.પરીક્ષાને અનુલક્ષીને પરીક્ષા સ્થળોએ ત્રિ-સ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તથા વિજ્ઞાન પ્રવાહ માટે તાપી જિલ્લામાં એકમાત્ર વ્યારા કેન્દ્ર હોય જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નિઝર ઉચ્છલના વિદ્યાર્થીઓને કોઇ પ્રકારની અડચણ ન પડે તેની તકેદારી રાખવા જિલ્લા કલેકટરે તાકીદ કરી હતી.તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે મેડીકલ ટીમ પણ હાજર રાખવા તેમણે જણાવ્યું હતું.પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ વાલીઓને જો કોઇ મુંઝવણ હોય તો બોર્ડની હેલ્પલાઇન નંબર:1800-233-5500,જીવન આસ્થા હેલ્પલાઇન નંબર: 1800-233-3330 અને તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કંટ્રોલ રૂમ નંબર:02626-221624 ઉપર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારી તરફથી જણાવાયું છે.(સાંકેતિક તસવીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application