તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાજેતરમાં તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી ડીએલસીસીની બેઠકમાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું હતું.લીડ બેંક દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જિલ્લા ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.જિલ્લા લીડ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ક્રેડિટ પ્લાન અનુસાર રૂા.૧૦૧૦ કરોડ ખેતી માટે, રૂા.૨૦ કરોડ નાના ઉદ્યોગો માટે અને રૂા.૮૫ કરોડ હાઉસીંગ અને શિક્ષણ લોન માટે મળી કુલ રૂા.૧૧૧૫ કરોડના ક્રેડિટ પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ વિમોચન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા,લીડ બેંક મેનેજર જે.એ.ચોટલિયા અને તમામ બેંકોના સિનીયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application