તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ સંસદીય મતવિસ્તારમાં આરોગ્ય મેળા યોજવાનું નકકી કર્યું છે.જેના અનુસંધાનમાં તાપી જિલ્લાના ડૉલવણ તાલુકાના કરંજખેડ ગામે ૨૩-બારડોલી સંસદીય વિસ્તારનો સાંસદ હેલ્થ મેલાનું આયોજન સાંસદ પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સાંસદ પ્રભુભાઇ વસાવાએ રાજય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતે છણાવટ કરી આરોગ્ય મેળાના આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કરી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ આરોગ્ય મેળામાં સ્ત્રી રોગ, બાળરોગ,ફિઝીશિયન,ચામડીના રોગ,આંખના રોગ,નાક-કાન,ગળાના રોગના નિષ્ણાંત,દાંતના રોગ,માનસિક રોગોના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ ઉપરાંત વિનામૂલ્યે લેબોરેટરી ટેસ્ટ કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આરોગ્ય મેળાના આ કાર્યક્રમ દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ સરકારી કાર્યક્રમો અને યોજનાઓ જેવી કે,પીસી એન્ડ પી.એન.ડી.ટી,સીકલસેલ એનિમીયા,ટોબેકો કંટ્રોલ, ટી.બી.નિર્મૂલન,એન.એસ.ડી, ૧૦૮ જીવીકે,આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા કૂપોષણ નિવારણ, લેપ્રસી,મા-અમૃતમ અને મા-વાત્સલ્ય યોજના,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,દિકરી યોજના,ચિરંજીવી યોજના, બાળ સખા યોજના,જનની સુરક્ષા યોજના,કુંટુંબ કલ્યાણ યોજના,શાળા આરોગ્ય કાર્યક્રમ, મમતા તરૂણી યોજના,કસ્તુરબા પોષણ સહાય યોજના,જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ જેવી યોજનાઓની સમજ આપતી પ્રદર્શની પણ યોજવામાં આવી હતી.આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત,તાપી દ્વારા ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500