ગાંધીનગર:પોલીસ કર્મીઓમાં સંઘભાવનાને વધુ બળવતર બનાવવામાં રમત-ગમત પ્રવૃત્તિઓનું યોગદાન અનેરું છે.રમત-ગમત પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન મળે,સદભાવના કેળવાય તથા પોલીસ વિભાગની કામગીરીમાં પોઝિટિવ એટિટયુડ, કોઓર્ડિનેશન જેવા ગુણોનો વિકાસ થાય તે માટે રમત ગમત વિશેષ યોગદાન આપી શકે છે, પોલીસ વિભાગમાં રમતની આગવી અગત્યતા છે.તેમ આજે પોલીસ અકાદમી કરાઇ ખાતે ડી.જી.પી કપ એથ્લેટીક્સ સ્પર્ધા-૨૦૧૯નું ઉદઘાટન કરતા રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું.શ્રી સહાયે ઉમેર્યું હતું કે ડી.જી.પી કપ એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન વર્ષ ૨૦૧૫ થી કરવામાં આવે છે.વર્ષ ૨૦૧૯ માં અમદાવાદ સીટી,ભાવનગર રેન્જ, જૂનાગઢ રેન્જ, રાજકોટ સીટી, સુરત સીટી સહિત ૧૬ ટીમો ભાગ લઇ રહી છે. આ સ્પર્ધામાં કુલ ૧૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે આ ત્રણ દિવસ યોજાનાર સ્પર્ધામાં વિવિધ હોદ્દા પરના કર્મચારીઓ અને અધિકારીઓ એક સાથે ભાગ લેશે. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ૮૦૦ મીટર દોડ મહિલા અને ૮૦૦ મીટર દોડ પુરુષની દિલધડક સ્પર્ધા યોજવામાં આવી હતી.ગુજરાત પોલીસ અકાદમી કરાઇનાં આચાર્ય અને પોલીસ મહાનિરીક્ષક શ્રી વાબાંગ જામીરે એથ્લેટ્સ સ્પર્ધાની વિસ્તૃત વિગતો આપીને ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી તેમણે ઉમેર્યું કે આ સ્પર્ધામાં ૧૯૬ સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે.આ પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application