Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરી કરી ભાગી રહ્યા હતા પતિ-પત્ની અને દિયર,ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા

  • February 25, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના કાટગઢ ગામમાં ચોરીની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા પતિ-પત્ની અને દિયરને ગ્રામજનોએ નેશનલ હાઇવે માર્ગ પરથી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા.સમગ્ર બાબતે કાકરાપાર પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી  ત્રણેય જણા વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતું કાટગઢ ગામના આમલી ફળીયામાં રહેતા સુજીતભાઈ લાલજીભાઈ ગામીત તેમના પરિવારના સભ્યો સાથે આજરોજ સવારે ચર્ચમાં ગયા હતા,પરિવારજનો ચર્ચ માંથી પરત ઘરે આવી જોતા ચોંકી ઉઠ્યા હતા,સરસામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો,ઘરના કબાટમાં તપાસ કરતા સોના,ચાંદીના ઘરેણા સહિત મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોવાનું જાણવા મળતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,તે વેળાએ ગામના એક વ્યક્તિએ એક મહિલા સહિત ત્રણ જણાને શંકાસ્પદ હાલતમાં ભાગતા નજરે જોયા હોવાનું જણાવ્યું હતું,તેમને સાથે રાખી ગ્રામજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન પી.પી.સવાણી સ્કુલની સામે નેશનલ હાઇવે નંબર 53 પર ત્રણેય જણા નજરે પડતા તેમને ઝડપી પાડી તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો,ગ્રામજનોએ ત્રણેય જણાને કાકરાપાર પોલીસના હવાલે કરતા પોલીસ દ્વારા તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવતા પતિ-પત્ની અને દિયર હોવાનું જાણવા મળ્યું હતું,અને સુજીતભાઈ ગામીતના ઘરના પાછળના ભાગમાં આવેલ દરવાજાનું સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કરી,કબાટનું લોક તોડી કબાટ માંથી સોનાની બુટ્ટી,સોનાની વીંટી,ચાંદીના સાંકળા,ચાંદીનું મંગળસૂત્ર તેમજ એક સેમસંગ કંપનીનો ફોન મળી કુલ્લે રૂપિયા 12,000/- મત્તાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી,બનાવ અંગે સુજીતભાઈ લાલજીભાઈ ગામીત નાઓની ફરિયાદને આધારે (1)વીરસિંગ હિમ્મતસિંગ ચૌહાણ (2)અજયસિંગ હિમ્મતસિંગ ચૌહાણ(3)શોનીબેન વીરસિંગ ચૌહાણ ત્રણેય જણા રહે,રેલ્વે સ્ટેશન,ઝૂપડપટ્ટી,તા.પાલનપુર,જી-બનાસકાંઠા નાઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application