તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં ટ્રાફિક સમસ્યા સામાન્ય બાબત બની ગઈ છે,એક તરફ રીક્ષા-છકડાઓમાં બેફામ મુસાફરો ભરવાની બંદ બારણે મંજુરી આપવામાં આવતી હોય છે,ત્યારે બીજી તરફ ફૂટપાથ ઉપર બેસી પેટીયું રડતા એક દુકાનદાર વિરુધ્ધ ગુન્હો દાખલ કરી અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ નગરના જાહેર માર્ગો પર જ્યાં નજર કરો ત્યાં રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે અડચણ ઉભી કરતા રીક્ષા-છકડાઓ ઘેટાં-બકરા ની જેમ મુસાફરો ભરતા નજરે પડતા હોય છે,માત્ર ટ્રાફિક પોલીસ ને નજરે પડતા નથી,તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.આજરોજ રાહદારીઓને અડચણ થતા માત્ર એક દુકાનદાર સામે કાયદા નો હથોડો ઝીંકી સ્થાનિક પોલીસે ઉત્તમ કામગીરીની ઉદાહરણ પુરૂ પાડ્યું છે.સોનગઢ નગરમાં આવેલ ગાંધીપુતળાથી બસ સ્ટેન્ડ સુધી આવતા પીડબ્લ્યુડીની ઓફીસ બાહર ફૂટપાથ ઉપર 6 સોફા અને 12 ખુરસીઓ લઇ પેટીયું રડતા દુકાનદાર આવતા-જતા રાહદારીઓને અડચણ રૂપ થતો હોય અને જોખમી રીતે સોફા-ખુરસી મુક્યા હોવાને કારણે શકીલ નામદાર પટેલ રહે,ઇસ્લામપુરા-સોનગઢ વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે સોનગઢ નગરમાં બસ સ્ટેન્ડ પાસે,પોલીસ મથક સામે,ઓટા ચાર રસ્તા,સરકારી હોસ્પિટલ સામે,સેન્ટર પોઈન્ટ પાસે,તેમજ જાહેર માર્ગો ઉપર રાહદારીઓને અડચણ રૂપ થતા રીક્ષા-છકડાઓ વિરુધ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે,(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500