તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના મગરકુઈ ગામ પાસે બે વચ્ચે થયેલા અકસ્માતમાં એક જણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે બીજાને શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ ચોપડે નોંધાઈ છે,વ્યારાના મગરકુઈ ગામ પાસે ગત તા.21મી ફેબ્રુઆરી નારોજ,જીગ્નેશભાઇ ગામીત નાઓ તેના મિત્રની મોટર સાયકલ ઉપર બેસી ઘરે આવતા હોય,તે વખતે સાંજના સાડા છએક વાગ્યાના સુમારે મગરકુઈ ગામ પાસે રોડ ઉપર આવતા એક યુનિકોન મોટર સાયકલ નંબર GJ-26-H-7068 ના ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સતિષભાઇની મોટર સાયકલ સાથે સામેથી અથડાવી હતી.જેના કારણે સતિષભાઇ તથા જીગ્નેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા નજદીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં જીગ્નેશભાઇ બલવંતભાઈ ગામીત રહે,દેગામા,ધોતિય ફળિયું-વાલોડ નાઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે જગદીશભાઇ બળવંતભાઇ ગામીત નાઓએ પોલીસ મથકે ફરિયાદ કરતા તા.22મી ફેબ્રુઆરી નારોજ વરાછા પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તા.23મી ફેબ્રુઆરી નારોજ વ્યારા પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરી યુનિકોન મોટર સાયકલ નંબર GJ-26-H-7068 નો ચાલક વિરુધ્ધ ઇપીકો કલમ- 279,337,338,304 (અ) તથા MVACT 177,184,134 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500