એસટી કર્મચારીઓની હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે.લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી હતી તે દૂર થઈ છે,સરકાર દ્વારા સાતમું પગારપંચ લાગુ કરવાનો સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે અને સરકારે એક સપ્તાહમાં આગળની કાર્યવાહી કરવાની લેખિતમાં બાંહેધારી આપી હતી.
સરકાર અને એસટી નિગમ કર્મચારીઓની સંકલન સમિતિ વચ્ચે પ્રથમ બેઠક નિષ્ફળ થયા બાદ સરકાર દ્વારા મોડી સાંજે તેમને ફરી વખત ચર્ચા માટે બોલાવાયા હતા.બીજી વખતની બેઠક પણ એક કલાક સુધી ચાલી હતી.આ બેઠકમાં સરકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું.જોકે,કર્મચારીઓ સુધી સરકારનો લેખિત પુરાવો પહોંચાડવામાં ન આવતાં ડ્રાઈવર-કન્ડક્ટર અસમંજસમાં મુકાયા હતા,સંકલન સમિતિના અધિકારીઓએ મીડિયાને પણ સરકારે આપેલી લેખિત બાંહેધરી બતાવવાનો ઈનકાર કર્યો હતો. સરકારએ એસટી નિગમના કર્મચારીઓને 7 દિવસમાં પડતર માગણીઓ ઉકેલવાની ખાતરી આપી છે.આ અગાઉ અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે એસટી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિ અને એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા વચ્ચે બંધ બારણે એક બેઠકનું આયોજન કરાયું હતું.એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા સાથેની આ બેઠક બે કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી.જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ચર્ચા થયા બાદ એસટી નિગમના નિયમક સોનલ મિશ્રા નિગમના કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગાંધીનગર રવાના થયા હતા.ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે બેઠક બાદ સરકાર દ્વારા સંકલન સમિતિને વાટાઘાટો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application