તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભારત દેશ 15મી ઓગસ્ટ,1947માં આઝાદ થયો ત્યારથી લઈને આજદિન સુધી માળ ગામના લોકો નાગરિક તરીકેની ફરજો,રાજયનાં તમામ વેરાઓ ભરવા,ચૂંટણીમાં મતદાન કરવું,રાજયનાં હિતમાં જરૂરી યોગદાનો આપવા જેવી ફરજો અદા કરતા આવ્યા છે,અહીંના વિસ્તારમાં સગવડ,સવલત અને રોજગારીનો અભાવ ધરાવતું ગામ હોવાછતાં સમય–શક્તિ અને નાણા નો ભોગ આપી નાગરિક પ્રત્યેની ફરજ અદા કરતા આવ્યા છે,તેમછતાં બંધારણ ના મૂળભૂત અધિકારોથી ગ્રામજનોને વંચિત રાખવામાં આવતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા મળી લોકસભા-2019 ની ચુંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી બેઠા છે,જેને લઇ તાપી જીલ્લા વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અતિ છેવાડે અને અંતરિયાળ વિસ્તારમાં આવેલુ માળ ગામના લોકોએ તાપી જીલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે,માળ ગામ 600 જેટલી લોક સંખ્યા ઘરાવતુ ગામ છે.તમામ લોકો ભારત દેશનું નાગરિકત્વ ધરાવીએ છીએ.જે પૈકી હાલમાં 415 જેટલા નાગરિકો ચૂંટણીમાં મતદાન કરે છે,અને ભારત દેશ 15મી ઓગષ્ટ,1947 માં આઝાદ થયો ત્યારથી લઈને આજદિન સુઘી નાગરિક તરીકેની ફરજો અદા કરતા આવ્યા હોવાછતાં ભારતીય બંધારણનો 68 જેટલા વર્ષ થયા છતાં,બંધારણનાં મૂળભૂત અઘિકારોથી અમો વંચિત છીએ.જેને લઈને તા.09-12-2017 ના રોજ વિદ્યાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો.તેમ છતાં આજ દિન સુધી સરકારી તંત્રની આંખ ઉઘડી નથી.જેને લઈને ફકત માળ ગામ જ લોકો બહિષ્કાર કરે તેમ નથી પરંતુ મલંગદેવ થી ઓટા સુધીનો આખો વિસ્તાર લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરે તેવી શક્યતા હોવાનું જણાવી મૂળભૂત અધિકારોથી નાગરિકો વંચિત હોય આવનારા લોકસભા-2019 ની ચુંટણીમાં મતદાન ન કરી ચુંટણીનો બહિષ્કાર કરવા માળ ગામના નાગરિકોએ નક્કી કર્યું હોવાનું લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેને તાપી જીલ્લા વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે.
High light-માળ ગામની સમસ્યાઓ તરફ એક નજર....
(1)લાંગડ થી માળ 4 કી.મી. સુધીનો રસ્તો પાકો ડામર વાળો બનાવવાની જરૂર
(2)શિવાજી જેઠિયા ગામઠાણ ફળિયું થી ડાંગ બોર્ડર સુધી પાકો ડામર વાળો બનાવવાની જરૂર
(3)દુકાન ફળિયા થી મરચંડી ફળિયા સુધી પાકો ડામર વાળો બનાવવાની જરૂર
(4)માળ ગામમાં કુલ 7 ફળિયા આવેલ છે,જેમાં આજદિન સુધી સુધ્ધ પીવાના પાણી સુવીધા સુધ્ધા ઉપ્લબ્ધ કરાવી શક્યા નથી.
(5)માળ ગામમાં પાકો રસ્તો ન હોવાથી ઈમરજન્સી સેવા 108 પણ ગામમાં આવી શકતી નથી.
(6)સોનગઢ થી લાંગડ થઇ ઓટા સુધી બસ જાય છે,લાંગડ થી માળ ગામ સુધી અંતરે માત્ર 4 કી.મી જેટલું હોવાછતાં ત્યાં કોઈ બસની સુવિધા ઉપલબ્ધ નથી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500