અમદાવાદ,વડોદરા:સાતમું પગાર પંચ લાગુ કરવા સહિતની પડતર માંગણીઓના મામલે હડતાળ પર ઉતરેલા એસટી કર્મચારીઓને કામ પર પાછા આવી જવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિનંતી કરી છે.તેમણે એમ પણ કહ્યું છે કે,ચર્ચા કરીને તમામ પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે.એસ.ટી.નિગમના ત્રણેય માન્ય યુનિયનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા-પ્રદર્શનો યોજાઇ રહ્યા હતાં. છતાંય સરકારે તેમની માંગણીઓનો સ્વીકાર ન કરતા તેમણે બુધવાર રાત્રે 12 કલાકથી સામુહિક રીતે માસ સીએલ પર ઉતરી હડતાળ પર ગયા છે.હડતાળના કારણે એસ.ટી.બસોનું સંચાલન ખોરવાઇ ગયું છે અને હજારો મુસાફરોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ હડતાળ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે,'સાતમુ પગાર પંચ તેમની મુખ્ય માંગણી છે, સરકારનો નિયમ છે કે,જે નિગમ નફો કરતાં હોય તે ચોક્કસ સાતમું પગાર પંચ આપે. મારી વિનંતી છે કે તેઓ આવો વ્યવહાર ન કરે.બેસીને યોગ્ય સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.આ અંગે સરકાર વિચારણા કરશે.મોડી રાત સુધી કર્મચારી યુનિયનો અને નિગમના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી હતી પરંતુ વાટાઘાટો સફળ રહી નહોતી. યુનિયનોના જણાવ્યા મુજબ રાજ્યભરની 7000 જેટલી બસોના પૈડા થંભી ગયા છે. રૂટ પરની બસોને નજીકના ડેપોમાં મૂકી દેવામાં આવી છે.નિગમના અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ કર્મચારી યુનિયનોને સમજાવવાના પ્રયાસો ચાલુ છે.હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી તા.26 ફેબુ્રઆરી સુધી ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે.વારંવારની રજૂઆતો બાદ પણ ખોટા આશ્વાસનો જ અપાઇ રહ્યા હોવાની લાગણી અનુભવતા યુનિયનોએ માસ સીએલનું એલાન કરવામાં આવ્યું હતું.એક દિવસીય માસ સીએલના કારણે બુધવાર રાતથી ગુરૂવારની મોડી રાત સુધી એસ.ટી.બસોનું સંચાલન ખોરવાઈ ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application