તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં આજે સવારથી એસટી બસોના પૈડાં થંભી જતા લખો મુસાફરો અટવાઈ પડ્યા હતા,ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના સાતમાં પગાર પંચના અમલીકરણ સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદે સરકારના ઉદાસીન વલણથી કંટાળેલા રાજ્યભરના કર્મચારીઓ એક જુથ થઈ કર્મચારીઓની એસટી સંકલન સમિતિના નેતૃવમાં તમામ કર્મચારીઓ બુધવારે મધરાતથી એક દિવસની માસ સી.એલ પર જતા રાજ્યભરની બસના પૈડા થંભી ગયા છે.જેમાં સોનગઢ એસટી ડેપોના મેનેજર પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ એસટી ડેપોના 386 જેટલા કર્મચારીઓ,78 એસટી બસોના 616 રૂટો સદંતર અટકી પડતા મુસાફરો અટવાયા હોવાનું જાણવા મળ્યું છે.તેમજ અપડાઉન કરતા વિધાર્થીઓ અને નોકરિયાતોની હાલત કફોડી થઈ હતી.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.એસટી નિગમના કર્મચારીઓના સાતમાં પગાર પંચનો અમલ સહિત પડતર પ્રશ્નો તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઇ રહેલા મોટા આર્થિક નુકશાનથી નિગમને બચાવવા એસટી સંકલન સમિતિના નેજા હેઠળ વારંવાર સરકારને રજુઆત કરવામાં આવી છે,પરંતુ પગાર પંચના અમલ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માત્ર ને માત્ર વાયદા કરવામાં આવી રહ્યા હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પડતર પ્રશ્નોના નિરકારણ માટે સરકારના ઉદાસીન વલણને સંક્લન સમિતિના નેજા હેઠળ વિભાગીય કચેરી સહિત રાજયભરમાં એસ.ટી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા પ્રદર્શન અને સુત્રોચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારબાદ આજે ૨૦ ફેબ્રુઆરીની મધરાતથી તાપી જીલ્લા સહિત રાજ્યભરના એસટી કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા છે.જેને પગલે સોનગઢ એસટી ડેપોના 616 રૂટોની બસના અને રાજયભરની હજારો બસના પૈડા થંભી ગયા છે.નિગમના કર્મચારીઓ માસ સી.એલ પર જવાથી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પડી ભાંગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application