તાપીમિત્ર ન્યુઝ,વડોદરા:ગુજરાત રાજ્યા માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે.જેને લઇને એસટી નિગમના યુનિયને બુધવાર એટલે કે,આજરોજ મધરાતથી માસ સીએલ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે.એસટી ડિવીઝન ખાતે મળેલી ત્રણ યુનિયનની સંકલન સમિતીમાં આ જાહેરાત કરવામાં આવી છે.જે અંતર્ગત એસટીની બસોના પૈડા થંભાવી દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.સાતમુ પગાર પંચ,ફિક્સ વેતન દૂર કરવુ,આશ્રિતોને નોકરી, બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા વિવિધ પડતર મુદ્દે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.એસટી નિગમની બેઠકામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.આ મિટીંગ બાદ યુનિયનના હોદ્દેદારો અને કર્મચારીઓએ સરકાર વિરૂધ્ધ પોતાની માંગણીને લઇને ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા.જે બાદ તેઓએ રાજ્યના તમામ 16 એસટી ડિવીઝનના કર્મચારીઓ આજ મધરાતથી માસ સીએલ ઉપર ઉતરશે અને તેમની માંગણી નહી સંતોષાય ત્યા સુધી હડતાળ ચાલુ રાખશે તેવી વાત કરી છે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application