તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા છે.જેના કારણે સમગ્ર દેશમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.આ આતંકી કૃત્યના કારણે શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાંથી લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.દુનિયાભરમાં આ હુમલાની ટીકા પણ કરવામાં આવી રહી છે.
ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નગરમાં પણ લોકો દ્વારા ઠેરઠેર આ હુમલા સામે રોષ પ્રકટ કરવામાં આવ્યો હતો.અહીં વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સોનગઢ નગરમાં બસ સ્ટોપ પાસે આવેલ શહીદ ભગતસિંહ શોપીંગ સેન્ટર,વીરસાવરકર કોમ્પલેક્ષ,મછી બજાર,લક્ષ્મી મોલ તેમજ મેઈન બજારમાં આવેલ દુકાનદારોએ અને વેપારી મંડળઓએ સજ્જડ બંધ પાડ્યો હતો.અને આતંકીઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી બસ સ્ટોપ પાસે બે મિનીટ નું મૌન પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application