Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ખાતે પ્રજાસત્તાક દિને 108 તેમજ MHU ના કર્મીઓને તેમની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરાયા

  • January 28, 2021 

રાજપીપળા ખાતે  72 માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અંબુભાઈ પુરાણી સ્કુલના સ્પોર્ટ્સ સંકુલ માં કરવામાં આવી જેમાં કલેક્ટર ડી.એ.શાહ ના હસ્તે ધ્વજારોહણ  કરવામાં આવ્યું હતું. 

 

 

આ 72 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ રંગા રંગ  કાર્યક્રમો થયાં હતા. આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં ઈએમટી રાજકુમાર બારૈયા અને પાયલોટ યશપાલસિંહ ડોડીયા નો સમાવેશ થાય છે તેમજ MHU (મોબાઈલ હેલ્થ યુનિટ)માંથી ફાર્માસીસ્ટ નિલેશ વસાવા અને પેરામેડીક સૌરભ વણકર ને પણ તેમની ઉમદા કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.108 ની ટીમ નો ઉત્સાહ વધારવા માટે જે સન્માન કલેક્ટર દ્વારા કરાયું તેમનો 108 ની ટીમેં આભાર વ્યક્ત કર્યો હતો તેમજ હંમેશની જેમ આ ટિમો પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાની ફરજ નિભાવશે તેવા સંકલ્પ લીધા હતા. (ભરત શાહ દ્વારા-રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application