Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરના દરવાજાનો નકુચો તોડી ૪૬ હજાર મત્તાની ચોરી

  • February 16, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના કાંજણ ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં તા.૧૪મી ફેબ્રુઆરી નારોજ પ્રકાશભાઇ વિનોદભાઇ ચૌધરીના ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડ રૂમમાં મુકેલ કબાટની તિજોરી માંથી ૨ તોલાનું સોનાનું મંગળ સુત્ર કિ.રૂ.૩૦,૦૦૦/-તથા ચાંદીના સાંકળા એક જોડી ૫ તોલાના કિ.રૂ.૧,૨૦૦/-તથા એક સોનાની આશરે ૫ ગ્રામની વિંટી કિ.રૂ.૭,૫૦૦/-તથા એક જોડી કાનની સોનાની બુટ્ટી આશરે ૫ ગ્રામ કિ.રૂ.૭,૫૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૪૬,૨૦૦/-ના મત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ પ્રકાશભાઇ વિનોદભાઇ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ વ્યારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે,(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application