તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચએ દેશી હાથ બનાવટની સીંગલબાર બોર બંદુક સાથે એક યુવકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને શોધી કાઢવા સ્ટાફના માણસો એએસઆઈ આનંદજી ચેમાભાઈ,હેડકોન્સટેબલ રાકેશભાઈ રમેશભાઈ,રાજેશભાઈ કૃષ્ણાભાઈ,સમીરભાઈ મદનલાલ નાઓ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા,તે દરમ્યાન હેડ કોન્સટેબલ રાકેશભાઈ રમેશભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે બતામી વાળી જગ્યાએ તપાસ કરતા અંકિતકુમાર અરવિંદભાઈ ગામીત રહે,અંધારવાડી દુર ગામ,કણધા ફળીયુ,તા.ડોલવણ જી.તાપી નાનો ઘરે હાજર મળી આવેલ તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા તેના મકાનની બાજુમાં આવેલ કોઢારમાં લાકડાની નીચે પ્લાસ્ટીકની મીણીયા થેલીમાં એક દેશી હાથ બનાવટની સીંગલ બાર બોર બંદુક મળી આવેલ અને જે બંદુક કોની માલિકીની છે અને બંદુકનો પરવાનો (લાયસન્સ) ધરાવે છે કે કેમ ? તે અંગે પુછપરછ હાથ ધરતા અંકિતકુમાર ગામીતે જણાવેલ કે,આ બંદુક મારા મિત્ર- નિલેશ ઉર્ફ દિનેશ નવીનભાઈ ચૌધરી રહે,અંધારવાડી દુર,કણધા ફળીયું તા.ડોલવણ નાએ મને આજથી આશરે ત્રણેક મહિના પહેલા મને મુકવા માટે આપેલ હોવાનું જણાવેલ,તેમજ બંદુક રાખવા માટે કોઇપણ પ્રકારનું લાયસન્સ નહી હોવાનું જણાવતા,બંદુક વધુ તપાસ અર્થે કબ્જે કરી અંકિતકુમાર અરવિંદભાઈ ગામીતની અટક કરવામાં આવી હતી.બનાવ અંગે ડોલવણ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500