તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો,તાપી જિલ્લામાં પણ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આારોગ્ય યોજના અમલી કરવામા આવી છે.આ આરોગ્ય લક્ષી યોજના હેઠળ નોંધાયેલ પરિવારોને રૂપિયા પાંચ લાખ સુધી વિનામુલ્યે સારવાર યોજના હેઠળ નોધાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થાય છે.ભારત સરકારના નેજા હેઠળ ચાલતા કોમન સર્વિસ સેન્ટર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની કામગીરી તાપી જીલ્લામાં પણ કરવામાં આવી રહી છે,અહીં આ યોજના અંતર્ગત અત્યાર સુધી સબંધિત સી.એસ.સી કેન્દ્ર દ્વારા કુલ 1,24,408 કરતા વધુ લાભાર્થીઓની કેવાયસી કરવામાં આવી છે,અને આ યોજનાના લાભ ગામેગામ પહોચે તે રીતનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના નાનાકાકડકુવા ગામે આજરોજ માજી ધારાસભ્ય કાંતિભાઈ ગામીતના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના 1100 જેટલા લાભાર્થીઓને ગોલ્ડનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું,જેમાં યોજનાનો લાભ લેવા માટે નાનાકાકડકુવા,રૂપવાડા અને ખાંજર ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમાં સી.એસ.સી સેન્ટર ના ડીસ્ટ્રીક મેનેજર રવીભાઈ પટેલ,વિએલઈ-મહેશભાઈ ગામીત,રૂપેશભાઈ ગામીત સહિત સ્ટાફ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,અત્રે ઉલ્લેખનીય છે કે,આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી આરોગ્ય જન (PM-JAY) યોજના અંતર્ગત નાગરિકોને સામાન્ય બિમારીથી માંડીને ગંભીર બિમારી સહિત તમામ પ્રકારની સારવાર-ઓપરેશન વગેરે 100 ટકા સરકારી ખર્ચે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટેની પરિવાર દીઠ વાર્ષિક રૂા.૫ લાખ સુધીની સારવાર સુવિધા ઉપલબ્ધ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500