Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બજેટ-૨૦૧૯ દેશવાસીઓ માટે મોટી રાહત:પાંચ લાખ સુધીની આવક કરમુક્‍ત,સ્‍ટાન્‍ડર્ડ ડીડકશન હવે ૫૦,૦૦૦:૪૦,૦૦૦ સુધીની ફિક્‍સ ડીપોઝીટ પર ટીડીએસ નહીં લાગે

  • February 01, 2019 

નવી દિલ્‍હી:ચૂંટણીના વર્ષમાં કેન્‍દ્રની મોદી સરકારે અપેક્ષા મુજબ વચગાળાના બજેટમાં રાહતોનો છપ્‍પરફાડ વરસાદ વરસાવ્‍યો છે અને સૌને અચ્‍છે દિન હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે.લોકસભાની ચૂંટણી પહેલા કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલે રજૂ કરેલા વચગાળાના બજેટમાં તમામ વર્ગને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે.તેમણે ખેડૂતો, મહિલાઓ,શ્રમિકો,યુવાનો,કરદાતાઓ,મધ્‍યમ વર્ગ વગેરેને રાજીના રેડ કરી દીધા છે.બજેટ જાણે કે ‘જય કિસાન,જય ખેડૂત,જય કરદાતા,જય ગરીબ ઈન્‍સાન' માટેનું હોય તેવુ ચિત્ર ઉપસે છે.ચૂંટણીલક્ષી લોકલુભાવન જાહેરાતો કરી તેમણે પ્રજા માટે તિજોરી ખુલ્લી મુકી દીધી હોવાનું સ્‍પષ્‍ટ જણાય છે.કરદાતાઓને છપ્‍પરફાડ રાહત આપી છે તો ખેડૂતોને માલામાલ કર્યા છે તો બીજી તરફ મજુરોને પણ બમ્‍પર ફાયદો થાય તેવી જાહેરાતો કરી છે. High light-કરદાતાઓને છપ્‍પરફાડ રાહત…

નાણામંત્રી પિયુષ ગોયલે સૌથી મોટી ભેટ કર ભરનાર લોકોને આપી છે.હવે ૫ લાખ સુધીની વાર્ષિક આવક કમાનાર વ્‍યકિતએ કોઈ ટેક્ષ ભરવો નહિ પડે.પહેલા આ સીમા અઢી લાખ રૂપિયાની હતી.તેમણે કહ્યુ હતુ કે,ટેક્ષ છુટથી ૩ કરોડ મધ્‍યમ વર્ગને ફાયદો થશે.આ સિવાય સ્‍ટાન્‍ડર્ડ ડીડકશન ૪૦,૦૦૦/- થી વધારીને ૫૦,૦૦૦/- કરવામાં આવ્‍યુ છે.તેમણે ૪૦,૦૦૦/- રૂપિયા સુધીની ફીકસ ડીપોઝીટ પર કોઈ ટીડીએસ ભરવો નહી પડે તેવી જાહેરાત કરી છે.ખેડૂતો માલામાલ રાહુલ ગાંધીના દેવામાફીના જવાબમાં મોદી સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓની જાહેરાત કરી છે.હવે નાના ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦/- રૂા. સુધીની આર્થિક મદદ મળશે.આ રકમ તેમના બેન્‍ક ખાતામાં પહોંચશે.આ રકમ વર્ષમાં ૩ વખત ખાતામા જમા થશે એટલે કે બે બે હજારના ત્રણ હપ્‍તા મળશે જે ખેડૂત પાસે ૨ હેકટર સુધીની જમીન છે તેમને લાભ મળશે.આનાથી ૧૨ કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે.સરકારે આ માટે ૭૫,૦૦૦/- કરોડની ફાળવણી કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સમ્‍માન નિધિ એવુ રાખવામાં આવ્‍યુ છે.
High light-મજદુરોને બમ્‍પર ફાયદો…
બજેટમાં એલાન કરવામાં આવ્‍યુ છે કે,હવે ૨૧,૦૦૦/- રૂા. સુધીનો પગાર મેળવનાર શ્રમિકને ૭,૦૦૦/- રૂા. સુધીનુ બોનસ મળશે.આ સિવાય જે મજુરોનો પગાર ૧૫,૦૦૦/- પ્રતિ મહિના છે તેમને પેન્‍શન મળશે.આ માટે મહિને માત્ર ૧૦૦ રૂા. જમા કરાવવા પડશે.૬૦ વર્ષ બાદ તે મજુરને મહિને ૩૦૦૦નું પેન્‍શન મળશે.આનાથી ૧૦ કરોડ મજુરોને લાભ થશે.સાથોસાથ શ્રમિકના મોત પર હવે અઢી લાખના બદલે ૬ લાખ રૂા.નું વળતર મળશે.સરકારે ગ્રેચ્‍યુટીની લીમીટ પણ ૨૦ લાખ કરી દીધી છે.
High light-રોજગાર…..
રોજગારના આંકડા પર ઘેરાયેલી સરકારે પોતાના બજેટમાં એલાન કર્યુ છે કે,અત્‍યાર સુધી મુદ્રા યોજના હેઠળ ૫ કરોડથી વધુ લોન અપાઈ છે.તેમણે કહ્યુ હતુ કે,ઈપીએફઓ અનુસાર ૨ કરોડથી વધુ લોકોને નોકરી મળી છે.આજે યુવાનો નોકરી નથી કરતા પણ નોકરી આપી રહ્યા છે.
High light-મહિલાઓ …
અર્ધી વસ્‍તી માટે પિયુષ ગોયલે પોતાના પટારા માંથી મહિલાઓ માટે અનેકવિધ જાહેરાતો કરી છે.જો કોઈ મહિલાને બેન્‍ક પાસેથી ૪૦,૦૦૦/- સુધીનું વ્‍યાજ મળે તો તેના પર ટીડીએસ નહી લાગે.તેમણે કહ્યુ હતુ કે,ઉજ્જવલા યોજના હેઠળ ૮ કરોડ ગેસ કનેકશન આપવામાં આવશે.
High light-જીએસટી…
પિયુષ ગોયલે એલાન કર્યુ હતુ કે,નવુ ઘર ખરીદનારને જીએસટીનો ભાર હળવો થાય તે માટે પ્રયાસ છે.ટેક્ષ ઘટાડવા જીએસટી કાઉન્‍સીલને જણાવાયુ છે.આ સિવાય જો કોઈ નવી કંપની ખોલતુ હોય તો તેમને રાહત આપતા કહ્યુ હતુ કે હવે માત્ર ૨૫ ટકા કોર્પોરેટ ટેક્ષ જ ભરવો પડશે.
High light-સંરક્ષણ..
નાણામંત્રી પિયુષ ગોયલે જણાવ્‍યુ હતુ કે,સંરક્ષણ પાછળ ૩ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.અત્‍યાર સુધીની આ સૌથી મોટી ફાળવણી છે.
High light-૮૦ ટકા વધી કરદાતાઓની સંખ્‍યા…
દેશભરમાં ટેક્ષ ભરનારાની સંખ્‍યા ૮૦ ટકા વધી છે.પહેલીવાર ૧૨ કરોડ રૂા. જમા થયા છે.ગોયલે કહ્યુ હતુ કે,હું ઈમાનદાર કરદાતાઓનો આભાર માનુ છું.નોટબંધીથી ૧ લાખ ૩૬ હજાર કરોડનો ટેક્ષ મળ્‍યો છે.૧ કરોડથી વધુ લોકોએ ટેક્ષ રીટર્ન ફાઈલ કર્યુ છે.
High light-મોંઘવારી ઘટી…
નાણામંત્રીએ કહ્યુ હતુ કે,સરેરાશ મોંઘવારીનો દર ઘટીને ૪.૬ ટકા થયો છે.જે ૧૯૯૧માં આર્થિક સુધારા બાદ કોઈપણ સરકારના કાર્યકાળનો સૌથી ઓછો છે.
High light-ડીઝીટલ ગામ…
ઈન્‍ટરનેટ ડેટા ખર્ચમાં ૫૦ ગણો વધારો થયો છે.ગોયલે કહ્યુ હતુ કે,આવતા પાંચ વર્ષમાં એક લાખ ડીઝીટલ ગામ બનાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application