Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતના ઈતિહાસમાં પહેલીવાર ડિફેંસ સેક્‍ટર માટે ૩ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી

  • February 01, 2019 

નવી દિલ્‍હી:પાકિસ્‍તાન અને ચીન સાથે વધતા તણાવને ધ્‍યાનમાં રાખતા મોદ્દી સરકારે પોતાના અંતરિમ બજેટમાં ડિફેંસ સેક્‍ટર પર વધારે ફોક્‍સ કર્યું છે.આ બજેટમાં સરકાર તરફથી ડિફેંસ સેક્‍ટર માટે ૩ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર ડિફેંસ સેક્‍ટર માટે ૩ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.જોકે ૨૦૧૮ની સરખામણીએ ડિફેંસ સેક્‍ટરના બજેટમાં થયેલો વધારો થોડા ઓછો જરૂર છે.પરંતુ આ વખતનું ડિફેંસ બજેટ ભારતનું સૌથી મોટું બજેટ છે.બજેટ રજુ કરતા કાર્યવાહક નાણાંમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે,આપણા સૈનિકો મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં દેશની રક્ષા કરે છે. સરકાર સૈનિકોના હિતને ધ્‍યાનમાં રાખે છે.તેમણે જણાવ્‍યું હતું કે,વન રેંક,વન પેંશન અંતર્ગત સરકારે નિવૃત્ત સૈનિકોને ૩૫ હજાર કરોડ રૂપિયા આપ્‍યા છે.સૈનિકોની આ માંગણી છેલ્લા ૪૦ વર્ષોથી પડતર હતી.ચીન અને પાકિસ્‍તાન સાથેના તણાવભર્યા માહોલ વચ્‍ચે ડિફેંસ સેક્‍ટર માટે વર્ષ ૨૦૧૮ના સામાન્‍ય બજેટમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ ૨,૯૫,૫૧૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.જયારે ૨૦૧૭માં ડિફેંસ સેક્‍ટર માટે ૨.૭૪ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.આ હિસાબે ડિફેંસ બજેટમાં ૭.૮૧ ટકાનો વધારો થયો હતો.ગત વર્ષે બજેટના ઘરેલૂ ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપવા માટે ઉદ્યોગ અનૂકુળ ‘રક્ષા ઉત્‍પાદન નીતિ ૨૦૧૮'ની જાહેરાત કરવામાં આવી હતી.આ ઉપરાંત સંરક્ષન ઉત્‍પાદન ક્ષેર્ત્રમાં એફડીઆઈને ઉદાર બનાવવાની સાથો સાથ પ્રાઈવેટ ઈન્‍વેસ્‍ટ્‍મેંટના દરવાજા ખોલી દેવામાં આવ્‍યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application