Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગ્રેજયુટીની મર્યાદા ૧૦ લાખથી વધારી ૨૦ લાખ રૂપિયા કરાઈ:બોનસ પાત્રતા માટે પગારની લીમીટ હવે ૨૧૦૦૦

  • February 01, 2019 

નવી દિલ્‍હી:કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકારે ચૂંટણી વર્ષમાં તેમનું અંતિમ અને વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્‍યું.સબકા સાથ સબકા વિકાસ નારાની સાથે પાંચ વર્ષ રાજ કરતી સરકાર હવે લોકસભા ચૂંટણીના બારણે ઉભી છે.એવામાં સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કારીગરો માટે પેન્‍શન સ્‍કીમની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.તેના હેઠળ માત્ર ૧૦૦ રૂપિયા પ્રતિ મહિનાના યોગદાનથી ૬૦ વર્ષથી ઉપર દરેક કારીગરોને ૩૦૦૦ રૂપિયા દર મહિને પેન્‍શન આપવાની ઘોષણા કરવામાં આવી છે. કેન્‍દ્રીય મંત્રી પીયુષ ગોયલે ઘોષણા કરીને કહ્યું કે,અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને દેશના નિર્માણ કરવામાં મહત્‍વનું યોગદાન હોય છે તેના માટે મોદી સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની ઘોષણા કરી છે તે એક પેન્‍શન સ્‍કીમ છે.જેના હેઠળ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા ૬૦ વર્ષથી ઉપરના કારીગરોને ૩૦૦૦ રૂપિયાનું માસિક પેન્‍શન આપવાનું કામ કરવામાં આવશે.તેઓએ જણાવ્‍યું કે,આ પેન્‍શનનો લાભ દરેક કારીગર ૧૦૦ રૂપિયા પ્રતિ મહિને ચુકવણી કરીને પ્રાપ્‍ત કરી શકે છે.પીયુષ ગોયલે કહ્યું કે,પહેલા દેશનો ગરીબ વિચારતો હતો કે,તેઓ તેના કમાણીનો ખર્ચ રોજીંદી જરૂરીયાતો પર કરે કે તેમના પરિવારની સારવાર પર પરંતુ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમ લોન્‍ચ કરી જેનો દેશના ૫૦ કરોડ ગરીબોને લાભ મળશે.ગ્રેચ્‍યુએટીની ચૂકવણીને વધારીને ૧૦ લાખ રૂપિયાથી ૩૦ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.હવે ગ્રેચ્‍યુએટીની મર્યાદા ૧૫ હજારથી વધારીને ૨૧ હજાર કરી દેવામાં આવી છે.સર્વિસ દરમિયાન જો કોઈ શ્રમિકનું મૌત થાય તો ઈપીએફઓની ધનરાશિ જે પહેલા ૨ લાખ હતી તે વધારીને ૬ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.આ સાથે જ ૨૫ હજારની કમાણી કરનારાઓ માટે ESIનું કવર પણ પણ અપાશે.મધ્‍યમ વર્ગના પગારદારોને આકર્ષવા માટે મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં મોટી જાહેરાત કરી દીધી છે.કાર્યવાહક નાણાંમંત્રી પિયૂષ ગોયલે નોકરિયાત વર્ગ માટે ગ્રેજયુટી પેમેન્‍ટ પર મોટા લાભની જાહેરાત કરી તો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની આર્થિક સુરક્ષા વધારવા માટે ખાસ જાહેરાતો કરી.સાથો સાથ તેમણે કહ્યું હવે એમ્‍પલોયીઝની નેશનલ નેશનલ પેન્‍શન સિસ્‍ટમ (એનપીએસ)માં સરકાર પોતાના તરફથી ૧૪ ટકા યોગદાન કરશે,ગ્રેજયુઇટી પેમેન્‍ટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારી ૩૦ લાખ રૂપિયા કરી દેવાઇ છે.ગ્રેજયુઇટીમાં કંટ્રિબ્‍યુશનની મર્યાદા ૧૫૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦૦ રૂપિયા કરી દેવાઇ,સર્વિસ દરમ્‍યાન જો કોઇ શ્રમિકનું મૃત્‍યુ થાય તો EPFOમાંથી મળનાર સહાયતા રકમ ૨ લાખ રૂપિયાથી વધારી ૬ લાખ રૂપિયા કરી દેવાઇ છે.હવે ૨૫ હજારની કમાણી કરનારને ESIમાં કવર મળશે.હવે કર્મચારીઓના એનપીએસમાં સરકાર પોતાની તરફથી ૧૪ ટકાનું યોગદાન કરશે.સ્‍થાનિક કામદારો માટે પેન્‍શન યોજના ન્‍યૂ પેન્‍શન સ્‍કીમમાં સરકારની ભાગીદારી વધારી,પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મળશે.આ વર્ષથી આ સ્‍કીમ લોન્‍ચ કરાઇ છે.અત્યારે આ યોજના માટે ૫૦૦ કરોડ રૂપિયા આપ્‍યા છે.આગળ જરૂર પડવા પર વધુ ફંડ ફાળવાશે.આ યોજના અંતર્ગત ૧૫૦૦૦ રૂપિયા દર મહિના સુધી કમાનાર અંદાજે ૧૦ કરોડ શ્રમિકોને લાભ મળશે.ગ્રેજયુઇટીની મર્યાદા ૧૫૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦૦ રૂપિયા કરી દેવાઇ.ગ્રેજયુટીની મર્યાદા ૧૦ લાખથી વધારી ૨૦ લાખ રૂપિયા કરાઈ છે.દરેક શ્રમિક માટે ન્‍યૂનતમ પેન્‍શન હવે ૧૦૦૦ રૂપિયા થઇ ચૂકયું છે.યોજનામાં દર મહિને ૫૫ રૂપિયા આપવા પડશે.રિક્ષા અને કચરો વીણનારાઓને પણ આ સ્‍કીમથી ફાયદો થશે.૬૦ વર્ષ પૂરા થયા બાદ દર મહિને ૩૦૦૦ રૂપિયા મળશે.આ પેન્‍શન યોજના આ નાણાંકીય વર્ષમાં શરૂ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application