તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો હેડકોન્સટેબલ ચેતનભાઈ ગજાભાઈ,લેબજીભાઈ પરબતજી,બીપીનભાઈ રમેશભાઈ,સમીરભાઈ મદનલાલ,અને પોલીસ કોન્સટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ ગુન્હેગારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા તે વેળાએ હેડ કોન્સટેબલ ચેતનભાઈ ગજાભાઈને મળેલ બાતમીના આધારે વ્યારાના નાની ચીખલીમાં રહેતા કિરણભાઈ પરસોત્તમભાઈ ગામીતને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કિરણભાઈ ગામીત કાળા રંગના એક હીરો હોંડા સ્પ્લેંડર પ્રો મોટર સાયકલ સાથે ફરી રહ્યો હતો ત્યારે એલસીબી પોલીસે તેને ઝડપી લીધો હતો.પોલીસે તેની પૂછતાછ કરતાં તેણે જણાવ્યુ હતું કે,તેનો નાનો ભાઈ પરેશ ઉર્ફે પ્રવીણ ઉર્ફે રણજીત પરસોત્તમભાઈ ગામિતે આ મોટર સાયકલ કિરણને આપ્યું હતું.પરેશ હાલ તાપી જિલ્લાનું ડોલવણ પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ પકડાયો છે અને સુરતની સેંટ્રલ જેલમાં છે.છેલ્લા દોઢ વર્ષથી કિરણ આ મોટર સાયકલનો ઉપયોગ કરતો હતો.પોલીસે મોટર સાયકલના એન્જિન અને ચેચીસ નંબરના આધારે તપાસ કરતાં આ મોટર સાયકલ નવાપુર પોલીસ (મહારાષ્ટ્ર)સ્ટેશનની હદ માંથી ચોરી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.હાલ આ મામલે આરોપી ઇસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application