તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના બ્રાહ્મણ ફળીયામાં રહેતા એક શખ્સ પાસે મદદ માંગવા ગયેલી મહિલાનો અશ્લીલ ફોટો તૈયાર કરી મહિલાના સગા સંબંધીઓને મોકલી આપી,મહિલાને બદનામ કરનાર બ્રાહ્મણ ફળીયાના 45 વર્ષીય શખ્સ વિરુધ્ધ માલેગાંવ,મહારાષ્ટ્ર રાજ્યની પોલીસે મહિલાની ફરિયાદને આધારે 0 નંબરથી ગુન્હો દાખલ કર્યા બાદ સોનગઢ પોલીસ મથકે 25મી જાન્યુઆરી નારોજ બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે સોનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ગત વર્ષે તા.27મી જુલાઈ 2017 નારોજ (ઉ.વ.આશરે 36) વર્ષીય મહિલા રહે,કૈલાશનગર માલેગાંવ કેમ્પ તા.માલેગાંવ જિ.નાશીક (મહારાષ્ટ્ર) નાઓ સોનગઢ ખાતે તેની દિકરી તથા ભાઇ સતિષને મળવા માટે આવેલ હોય તે વખતે મહિલા ની દીકરીની સોનાની ચેઇન ઘરમાં ખોવાઇ જતાં સોનગઢના બ્રાહ્મણ ફળીયામાં રહેતા દેવાભાઈ ધનશ્યામ ભટ્ટ (ઉ.વ.45) પાસે સોનાની ચેઇન ખોવાઇ જવા બાબતે પુછ પરછ કરવા ગયેલ તે વખતે આ દેવાભાઈએ મહિલા નો ફોટો લીધેલ તેમજ મોબાઇલમાં ફોટો પાડી લઇ મોબાઇલ નંબર લઇ કોમ્પ્યુટર પર મહિલા નો અશ્લીલ ફોટો તૈયાર કરી મહિલા ને મોબાઇલ પર ફોન કરી “તું મેરી ઇચ્છા પુરી કર દે વરના મે તુમારી બદનામી કર ડાલુંગા મૈ જૈસા બોલતા હું તું વૈસા કર મેરી ઇચ્છા પુરી કરા દે” તેવી ધમકી આપતો હોય તેમજ અશ્લીલ ફોટો વોટસ એપ પર મહિલાના સગા સંબંધીઓને મોકલી આપી મહિલાના બદનામ કરતો હોવાથી મહિલાએ તા.11મી ઓક્ટોબર 2018 નારોજ કેમ્પ પોલીસ સ્ટેશન માલેગાંવ-નાશિક ગ્રા.(મહારાષ્ટ્ર) ખાતે ફરિયાદ કરી મહિલાની ફરિયાદને આધારે મહારાષ્ટ્ર પોલીસે 0 નંબરથી બનાવ કર્યા બાદ,બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખી સોનગઢ પોલીસ મથકે તા.25મી જાન્યુઆરી 2019 નારોજ દેવાભાઈ ધનશ્યામભાઈ ભટ્ટ ધંધો-બ્રામણ રહે,બ્રામણ ફળીયા-સોનગઢ,જી-તાપી વિરુધ્ધ ઇપીકો કલમ 292,354D(II) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 66(ઇ),67બી મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ મથકના પીઆઈ એમ.વી.કીકાણી કરી રહ્યા છે,(સાંકેતિક તસ્વીર)
high light-મહિલા ને મોબાઇલ પર ફોન કરી “તું મેરી ઇચ્છા પુરી કર દે વરના મે તુમારી બદનામી કર ડાલુંગા મૈ જૈસા બોલતા હું તું વૈસા કર મેરી ઇચ્છા પુરી કરા દે” તેવી ધમકી આપતો હોય તેમજ અશ્લીલ ફોટો વોટસ એપ પર મહિલાના સગા સંબંધીઓને મોકલી આપ્યો હતો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500