Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-માંડવી માર્ગ પર બે જુદાજુદા અકસ્માતમાં બે જણાના મોત:ટ્રક ચાલક બાઈક સાથે ઘસડી લઇ ગયો,થયો ફરાર 

  • January 27, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-માંડવી માર્ગ એક પછી એક અકસ્માતના બનાવો વધી રહ્યા છે,આ માર્ગ પર બે જુદાજુદા અકસ્માતોમાં બે જણાના મોત નીપજ્યા હોવાના બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાયો છે,તા.26મી જાન્યુઆરી નારોજ વ્યારા-માંડવી માર્ગ આવેલ રામપુરાનજીક ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે દોડતી ટ્રક નંબર GJ-26-T-1702 નો ચાલક વ્યારાથી માંડવી તરફ પોતાની કબજાની ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી કોઇપણ જાતના સિગ્નલ કે સાઇડ લાઇટ કે ઇશારો આપ્યા વગર અચાનક બ્રેક મારતા પાછળ આવતી મોટર સાયકલ નંબર GJ-26-L-2041,ટ્રકની પાછળ અથડાઈ જતા રસિકભાઈ સુનીલભાઈ ગામીત રહે,ઘાટા ગામ,વેલજી ફળિયું-વ્યારા નાઓને શરીરે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં નજદીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટુકી સારવાર દરમિયાન રસિકભાઈ ગામીતનું મોત નીપજ્યું હતું.આ બનાવમાં ટ્રક ચાલક મોટર સાયકલ સાથે ઘસડીને માંડવી તરફના રોડ ઉપર પુરઝડપે હંકારીને જતો રહેલો હોય,બનાવ અંગે હિતેષભાઇ નટવરભાઇ ગામીત રહે, ઘાટા ગામ,વેલજી ફળિયું-વ્યારા નાઓની ફરિયાદને આધારે અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો, જયારે બીજા બનાવમાં તા.21મી જાન્યુઆરી નારોજ વ્યારાના ચાંપાવાડી ગામે આવેલ રેફરલ હોસ્પિટલની સામે પુરપાટ ઝડપે દોડતી કાળા કલરની પલ્સર બાઈક નંબર GJ-26-K-0588 ના ચાલકે માકત્યાભાઈ ટેમરિયાભાઈ વસાવા(ઉ.વ.46) મૂળ રહે,ચીખલી ગામ,તા-અક્કલકુવા,જી-નંદુરબાર (મહારાષ્ટ્ર) ને અડફેટમાં લેતા તેઓને રોડ ઉપર પાડી નાખતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,ત્યાંથી વધુ સારવાર માટે સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામ આવતા ટુકી સારવાર બાદ માકત્યાભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું,બનાવ અંગે ખેમાભાઇ માકત્યાભાઇ વસાવા રહે,મુળગામ ચીખલીગામ તા.અકલકુવા જી,નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓની ફરિયાદને આધારે કાળા કલરની પલ્સર નંબર GJ-26-K-0588  ના ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.                


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application