તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન થકી પારદર્શક અને પ્રામાણિક વહીવટની પરંપરાને આગળ વધારી છે.છેલ્લા ૨૩ વર્ષથી સુશાસન અને સુરાજયને કારણે ગામથી શહેર સુધી વિકાસ સોળે કળાએ ખીલ્યો છે.હેપ્પીનેસ ઇન્ડેકસમાં ગુજરાત આગેકૂચ કરી રહ્યું છે.સમયબદ્ધ અને ગુણવત્તાયુકત જનસેવાના કામોથી રાજય સરકારે સુશાસનની નેમ સાકાર કરી છે. તથા નાગરિકોના પ્રશ્નો હલ કરવા માટે સંવેદનશીલ અભિગમ ગુજરાત સરકારની આગવી ઓળખ બની છે એમ રાજય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કૂલમાં યોજાયેલી ૭૦મા પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન રાષ્ટ્રની આન,બાન અને શાન સમા તિરંગાને સલામી આપી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અધ્યક્ષ ત્રિવેદીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે સિમાચિહ્નરૂપ યોજનાઓ જાહેર કરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય દ્વારા મજબુત રક્ષાકવચ પુરૂં પાડયું છે એમ જણાવી તેમણે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓની સવિસ્તાર માહિતી આપી હતી. ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની ઉજજવલા યોજના,આયુષમાન ભારત યોજના સહિતની યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી.વધુમાં કેન્દ્ર સરકારે દેશના યુવાઓને સમાન તક મળે એ માટે સામન્ય વર્ગને આપવામાં આવેલી ૧૦ ટકા અનામત અંગે વાત કરી ૧૦ ટકા સુવર્ણ અનામતનો અમલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે એમ જણાવ્યું હતું.વધુમાં તેમણે રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે વાત કરી રાજય સરકારે ગત વર્ષે રૂા. ૫૦૦૦ કરોડના કૃષિ ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી કરી હતી એમ જણાવી તેમણે અત્યાર સુધીમાં રૂા. ૧૪૫૪.૯૪ કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે એમ ઉમેરી તેમણે રાજય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના, સૂર્ય શક્તિ કિસાન યોજના, વનબંધુ કલ્યાણ યોજના, અન્નપૂર્ણા યોજના, અંત્યોદય યોજના, મુખ્યમંત્રી અમૃત્તમ યોજના તેમજ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી હાલ અત્યાર સુધી યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ૧.૩૪ કરોડથી વધુ લાભાર્થીઓને ૨૪૦૦૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે એમ જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે તાપી જિલ્લામાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતે જાણકારી આપતા તાપી જિલ્લામાં વિવિધ વિભાગોની સિદ્ધિઓ અંગે પણ વિગતવાર છણાવટ કરી હતી.વધુમાં તેમણે તાપી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૩૩૭૬ લાભાર્થીઓને ૧૮.૭૬ કરોડની સહાય વિતરણ કરવામાં આવી હોવાનું વધુમાં ઉમેર્યું હતું.૭૦મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સોનગઢ તાલુકામાં વિકાસના કામો કરવા માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર એન.કે.ડામોરને એનાયત કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન જિલ્લાની વિશિષ્ઠ વ્યક્તિઓ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા.તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર પરેડ,ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના બાળકોએ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500