Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં સૌપ્રથમ વખત 430 હિન્દુઓ ધર્મ પરિવર્તન કરશે

  • January 18, 2019 

સુરત:ધર્મ પરિવર્તન માટે 500 થી વધુ વ્યકિતઓએ સુરત કલેક્ટરને આજથી પાંચ વર્ષ પહેલાં અરજી કરીને બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટેની મંજૂરી માગી હતી.આખરે પાંચ વર્ષ બાદ 430 વ્યકિતઓને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.જે સુરતમાં આકાર પામનાર પ્રથમ ઘટના છે,આગામી શનિવાર તા.19મી જાન્યુઆરીના રોજ ગોડાદરા મંગળ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારા બૌદ્ધ ધર્મ દિક્ષા અંગિકાર સમારોહમાં ચીફ કમિશનર ઈન્કમટેક્સ સુબચ્ચન રામ અને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલની ઉપસ્થિતિમાં 430 વ્યકિતઓ બૌદ્ધ ધર્મ અપનાવશે.સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમારોહ યોજાવા જઈ રહ્યો હોવાથી આ વિસ્તારના નાગરિકોમાં કુતુહલ અને ચર્ચા છે. બૌદ્ધ ધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સુરતના કન્વીનર એડવોકેટ પરીક્ષિત રાઠોડએ જણાવ્યું હતું કે,ધર્મ પરિવર્તન કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બહાદ સુરત જિલ્લા કલેક્ટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી પ્રાપ્ત થઈ છે.જે અંગેના પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application