તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલી નેશનલ હાઇવે નંબર 53 કસ્તુરી હોટેલ પાસે સુરત-ઉકાઈ એસટી બસના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા બે જણા ના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યા હતા,બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી,બનાવ અંગે બારડોલી પોલીસ મથકે ફરિયાદને આધારે એસટી બસ ચાલક વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,
મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના બારડોલી નેશનલ હાઇવે નંબર 53 પર આવેલ કસ્તુરી હોટેલની સામે બારડોલી-વ્યારા હાઇવે માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી સુરત-ઉકાઈ એસટી બસ નંબર જીજે-18-ઝેડ-1182 ના ચાલકે આજરોજ પોતાના કબજાની એસટી બસ પુરપાટ ઝડપે હંકારી લાવી મોટર સાયકલ નંબર જીજે-05-એસબી-7657 ને ટક્કર મારી હતી જેના કારણે મોટર સાયકલ ચાલક કનુભાઈ દેવરાજભાઈ રાદડીયા(ઉ.વ.50)રહે,મકાન નંબર-8,નીલકંઠ સોસાયટી,કાપોદ્રા-સુરત અને તેમની પાછળ બેસેલા અજીતભાઈ રામુભાઈ ગાવિત(ઉ.વ.45)રહે,ભાડે આંબવા,તા,નવાપુર,જી-નંદુરબાર(મહારાષ્ટ્ર) નાઓને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સ્થળ પર જ મોત નીપજ્યા હતા,બનાવની જાણ થતા ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ હાથ ધરી હતી,બનાવ અંગે દીપકભાઈ કનુભાઈ રાદડીયાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે એસટી બસ ચાલક વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ એએસઆઈ જયદેવભાઈ રાણાભાઈ નોકરી-બારડોલી પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500