તાપીમિત્ર ન્યુઝ,સૂરત:સૂરતના અબ્રામા-મોટા વરાછા સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે સૂર્યપુત્રી તાપી નદીના તટે પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ સેવા સમિતિ, આછવણી અને શિવ પરિવાર દ્વારા ધર્માચાર્ય પરભુદાદા અને રબામાના સાંનિધ્યમાં ૧૦૦૮ કુંડી મહા સૂર્યનારાયણ યજ્ઞ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. યજ્ઞાચાર્ય અનિલભાઇ જોષી અને કશ્યપભાઇ જાની સહિત પ૧ બ્રાહ્મણોના સથવારે યજ્ઞની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં મળસ્કે ૪-૦૦ વાગે દેહશુદ્ધિના કાર્યક્રમમાં હેમાદ્રી પ્રયોગ થકી કરવામાં આવી હતી.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ યજ્ઞમાં સહભાગી સૌનું ભગવાન કલ્યાણ કરે તેવા આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે,પિતૃ અને સંતોની કૃપાથી આજે ૧૦૦૮ કુંડી સૂર્યનારાયણ મહાયજ્ઞ થઇ રહયો છે.બ્રહ્મ મુહૂર્તમાં કરાયેલા યજ્ઞમાં ભગવાન પોતે હાજર રહી સૌને આશીર્વાદ આપે છે.જેથી આ યજ્ઞમાં સહભાગી બનેલા બધા શ્રદ્ધાળુઓનું કાર્ય અવશ્ય સફળ થશે.નિઃસ્વાર્થ ભાવાત્મક યજ્ઞમાં કરેલા સત્કર્મોમાં ભગવાની હાજરી અવશ્ય હોય છે. તેમણે તા.૮મી ફેબ્રુઆરી,૨૦૧૯ના રોજ રામેશ્વરમ તીર્થ ખાતે યોજાનાર ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞમાં સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.તેમણે પરોપકારી અને નિઃસ્વાર્થ સેવા આપનાર સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવી યજ્ઞ માટે જગ્યા આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ અવસરે સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલ્લભાઇ શુક્લએ જણાવ્યું હતું કે,સૂયૂપુત્રી તાપી નદીને સૌથી પ્રાચીન છે અને તેનું માત્ર સ્મરણ કરીએ તો પણ પાવન થઇ જવાય છે,ત્યારે આજે તો અહીં ૧૦૦૮ કુંડી સૂર્યયજ્ઞ કરવામાં આવ્યો છે,જેમાં એક આહુતિ આપવાથી ૧૦૦૮ આહુતિ જેટલું ફળ પ્રાપ્ત થાય છે.સૂર્યનારાયણને જે આહુતિ આપે છે તેને ભગવાન ટોચ સુધી પહોંચાડે છે. જેથી આ યજ્ઞમાં ભાગ લેનાર ખૂબ જ ભાગ્યશાળી છે.યજ્ઞ એ આપણી સંસ્કૃતિ છે અને પરભુદાદાએ શાસ્ત્રોમાં બતાવેલા દરેક પ્રકારના યજ્ઞો કર્યા છે અને તાપી નદીના તટે આવો યજ્ઞ પહેલી જ વાર થયો છે.લોકોના કલ્યાણ માટે પરભુદાદા જેવા મહાપુરુષો સેવાકીય કાર્યો હંમેશા કરતા જ રહે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ પાવન અવસરે પ્રગટ પ્રગટેશ્વરધામના પ્રમુખ બિપીનભાઇ પરમાર, ઉપપ્રમુખ નારાયણભાઇ લેખડીયા, માજી પ્રમુખ મયંકભાઇ બ્રહ્મભટ્ટ, યજ્ઞપ્રમુખ સંજયભાઇ મેથીવાલા તેમજ બોની રસાણીયા, મંત્રી રવિ રસાણીયા, મંદિરના મહિલા પ્રમુખ શીતલબેન પટેલ, નિવૃત્ત કલેક્ટર આર.એમ.પટેલ, અધિક કલેક્ટર આર.સી.પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલ, સંતશ્રી ગરીબદાસ આશ્રમના ભરતદાસબાપુ, આનંદરામ બાપુ, રામવાડીના સંત શિતલદાસબાપુ, ચંપાબા સહિત ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવારના સભ્યો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500