Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:બારડોલી પાસે દૂધ ભરેલ ટેન્કરના લૂંટ પ્રકરણમાં 6 લુટારૂઓ ઝપડાયા:બે જણા વોન્ટેડ

  • January 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:બારડોલીની ધુલિયા ચોકડીથી દૂધના ટેન્કર સાથે ચાલક અને ક્લીનરને બંધક બનાવી પંદર હજાર લિટર દૂધની લૂંટ કરવાનો ગુનો ઉકેલી કાઢ્યો છે.સુરત જિલ્લા એસ.ઓ.જી.અને ફર્લો સ્કવોડની ટીમેઆ મામલે એક કિશોર સહિત 6 આરોપીઓની દૂધ વેચાણની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે બે જણા ને વોન્ટેડ જાહેર કર્યા હતા.ગત 8મી જાન્યુઆરીના રોજ બારડોલી ધુલિયા ચોકડીના ઓવરબ્રિજ નીચે દૂધ ભરેલ ટેન્કરના ચાલક અને ક્લીનરને બંધક બનાવી દૂધની લૂંટ કરનાર ઇસમો દૂધ વેચાણના પૈસા સાથે કડોદરા ચાર રસ્તા પાસે આવી રહ્યા હોવાની બાતમી મળતા સુરત જિલ્લા એસ.ઓ.જી અને ફર્લો સ્કવોડની ટીમે અલગ અલગ ટીમો બનાવી બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી હતી.આ દરમ્યાન પોલીસે ત્રણ મોટર સાયકલ પર 6 શકમંદોને આવતા જોતાં તેમણે રોકી પૂછપરછ કરી હતી.તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે વધુ કડકાઇથી પૂછપરછ કરી હતી પૂછપરછ દરમ્યાન તેમણે બારડોલી નજીકથી દૂધનું ટેન્કરનું અપહરણ કરી 15000 લીટર દૂધની લૂંટ કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.પોલીસે સમગ્ર મામલે જિંતેન્દ્રસિંગ ઉર્ફે વિકી અમરિકસિંગ જટ (મૂળ રહે ભોમાગામ,જી.અમૃતસર,પંજાબ, હાલ રહે પટેલ નગર, વરેલી,તા.પલસાણા, જી.સુરત), સુરેન્દ્રપાલસિંગ ઉર્ફે જજ જ્ઞાનસિંગ મજબી (મૂળ રહે ભોમા, જી.અમૃતસર,પંજાબ, હાલ રહે,ગીતગોવિંદ સોસાયટી,વરેલી, તા.પલસાણા), મનપ્રીતસિંગ ઉર્ફ મની સુખવિન્દરસિંગ જટ (રહે, મૂળ ભોમા,અમૃતસર, પંજાબ, હાલ રહે, પટેલ નગર, વરેલી, તા. પલસાણા), રાણાભાઈ માયાભાઈ મેર(મૂળ રહે, ઈશ્વરીયા, તા.ગઢડા,જી.બોટાદ,હાલ રહે. શ્યામનગરની સામે ગોપાલ ફળિયું, ખોલવડ, તા.કામરેજ), અશોક ઉર્ફે લાલો વિઠ્ઠલ મેર (મૂળ રહે ભોજપરા,તા.લીમડી,જી.સુરેન્દ્ર નગર,હાલ રહે છાપરાભાઠા,તાડવાડી વરિયાવ,સુરત) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરી હતી.પોલીસે તેમની પાસેથી ત્રણ મોટર સાયકલ કિમત રૂ 20 હજાર, 8 મોબાઇલ ફોન કિમત રૂ 21 હજાર 500 તેમજ 4.40 લાખ રૂપિયા રોકડા મળી કુલ 4 લાખ 81 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઓપોલિસે આ મામલે વરેલીના લવપ્રીતસિંગ અને એકલવ્ય સ્કૂલના વોચમેન બાબુ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application