ગાંધીનગરમાં રામકથા મેદાનમાં 10 હજાર લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે.દેશના 10 રાજ્યોના લોકો મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં પહોંચશે. અડાલજના ત્રિ મંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી યોજશે.ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો રેલીમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ રેલી ગાંધીનગર ખાતે પહોંચી રહી છે.
100 બસ લઈને મોટી સંખ્યામાં લોકો ધર્મ પરિવર્તિનમાં પહોંચી રહ્યા છે. એસએસબી સંગઠનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી જોડાશે. બૌદ્ધ ધર્મ અંગીકાર મામલે થઈ રહેલા આ કાર્યક્રમમાં અડાલજના ત્રિમંદિરથી ગાંધીનગર સુધી વિશાળ વાહન રેલી પણ કરી પહોંચશે. સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. લોકો 100 થી વધુ બસો લઈને આવ્યા છે.
આજે બાબા આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. આ રેલી પણ વિશાળ હશે. ખાસ કરીને અગાઉ પણ બૌદ્ધ ધર્મ અગાઉ પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક લોકોએ અંગીકાર કર્યો હતો ત્યારે આજે ફરીથી ગાંધીનગરમાં મોટી જનમેદની સાથે આ કાર્યક્રમમાં લોકો બૌદ્ધધર્મ અંગીકાર કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500