Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિશાણા ગામેથી દારૂની બાટલીઓ સાથે 1 શખ્સ ઝડપાયો, એક વોન્ટેડ

  • May 12, 2021 

સોનગઢના નિશાણા ગામના વિસ્તાર માંથી સુગંધી સંતાર દારૂની બાટલીઓ સાથે એક શખ્સને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દારૂની બાટલીઓ આપનાર શખ્સને વોન્ટેડ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો તા.11મી મે મંગળવારના રોજ મોડીસાંજે સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે નિશાણા ગામના આમજી ફળીયામાં રેઇડ કરી હતી પોલીસ રેઇડ દરમિયાન ઘરની પજારીના ભાગેથી સુગંધી સંતરા દારૂની બાટલીઓ નંગ 7 સહિતના મુદ્દામાલ સાથે વિપુલભાઈ બિંદુભાઈ ગામીતને એલસીબી પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

પોલીસની તપાસમાં સોનગઢના હાથી ફળીયામાં રહેતો મનીષભાઈ મોહનભાઈ ગામીતે દારૂનો મુદ્દામાલ પૂરો પાડ્યો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંજયભાઈની ફરિયાદના આધારે બંને કસુરવારો સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application