તાપી જીલ્લામા ગુરુવારે કોરોના પોઝીટીવ દર્દીનો વધુ 1 નવો કેસ મળી આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.11મી માર્ચ નારોજ તાલુકા નિઝરના પ્લોટ વિસ્તારમાં 21 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 907 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 861 દર્દીઓ સાજા થયા છે.કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 198 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 5 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application