Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાને હલકામાં ન લેશો : સોમવારે વધુ 19 નવા કેસ સાથે તાપી જિલ્લામાં 1નું મોત, મૃત્યુ આંક કુલ 59 થયો

  • April 13, 2021 

તાપી જિલ્લામાં સોમવારે કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કોરોનાના કેસોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે વધુ 19 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેને લઇ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.તેમ છતાં કેટલાક લોકો બિન જરૂરી હરતા ફરતા અને સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા વિષય બન્યો છે.

 

 

 

 

 

 

 

વ્યારાના તાડકુવા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન મોત,જિલ્લામાં કુલ 59 દર્દીઓના મોત 

તાપી જિલ્લામાં સોમવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 19 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1118 કેસો નોંધાયા ચુક્યા છે, વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 980 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત થયા છે. જયારે વ્યારાના તાડકુવા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. સારવાર દરમિયાન અન્ય બીમારીથી 50 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 59 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 79 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1200 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

જિલ્લામાં વધુ 19 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.12મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ 19 નવા કેસ નોંધાયા છે.વાલોડના ધામોદલા ગામના નવું ફળીયામાં 27 વર્ષીય પુરુષ,વાલોડના કલમકુઈ ગામના નિશાળ ફળીયામાં 96 વર્ષીય વૃધ્ધા, વાલોડના બાજીપુરા ખાતે બજાર ફળીયામાં 28 વર્ષીય પુરુષ,વાલોડના બુહારીમાં 62 વર્ષીય વૃધ્ધા, વાલોડના સુંદરનગરમાં 37 વર્ષીય મહિલા,વાલોડના અંધાત્રી ગામના આશ્રમ ફળીયામાં 35 વર્ષીય પુરુષ, વાલોડના ગોડધા ગામના કણબીવાડમાં 84 વર્ષીય વૃદ્ધ,વ્યારાની લક્ષ્મી પાર્કમાં 44 વર્ષીય પુરુષ,વ્યારાના કેળકુઈ ગામના અવિનાશ ફળીયામાં 56 વર્ષીય પુરુષ,વ્યારાના આંબીયાગામના મંદિર ફળીયામાં 35 વર્ષીય પુરુષ,વ્યારાના માલીવાડમાં 51 વર્ષીય પુરુષ,સોનગઢ ખાતે એસબીઆઈની સામે 70 વર્ષીય વૃદ્ધ,સોનગઢના જુનાગામના રામજી મંદિર પાસે 46 વર્ષીય મહિલા, સોનગઢના ગાળકુવા ગામના દાદરી ફળીયામાં 61 વર્ષીય આધેડ,સોનગઢના ધમોડી ગામના નિશાળ ફળીયામાં 25 વર્ષીય પુરુષ,સોનગઢના ડોસવાડામાં 39 વર્ષીય મહિલા,સોનગઢના ખાંજર ગામના ભગતવાડી ફળીયામાં 50 વર્ષીય મહિલા,ઉચ્છલના સયાજીગામના નદી ફળીયામાં 52 વર્ષીય મહિલા,ઉચ્છલના મોગલબારામામાં 31 વર્ષીય મહિલા મળી જિલ્લામાં વધુ 19 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application