Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના શિક્ષકોનો ‘યોગ અને દેશી રમતોનો કાર્યશિબિર’ યોજાયો

  • March 06, 2021 

તાપી જિલ્લામાં જ્ઞાનદીપ માધ્યમિક શાળા, ઉંચામાળા ખાતે તા.૦૨/૦૩/૨૦૨૧ થી તા.૦૪/૦૩/૨૦૨૧ દરમિયાન શિક્ષકોનો ‘યોગ અને દેશી રમતોનો કાર્યશિબિર’ યોજાયો હતો. તાપી જિલ્લાને શિક્ષણમાં અગ્રેસર કરવાના ધ્યેય સાથે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વ્યારાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક, માધ્યમિક અને આશ્રમશાળાના ૧૫૦ જેટલા શિક્ષકોએ ઉપસ્થિત રહી કાર્યશિબિરને સફળ બનાવી હતી. તાલીમ દરમિયાન કોવીડ-૧૯ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

 

 

 

શિબિરના ઉદ્ઘાટક જ્ઞાનદીપ માધ્યમિક શાળાના આચાર્ય બકુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, યોગ, પ્રાણાયામ, પ્રાર્થના, ભજન-ધૂન, માસ પીટી, સરકીટ રમતો, ગામડાની દેશી રમતો, ગુપકાર્ય, સૂર્ય નમસ્કાર, નવી શિક્ષણનીતિ, થીયરી-પ્રેકટીકલ વિગેરે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણમાં આમૂલ પરિવર્તનના હેતુ સાથે કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. DIET વ્યારાના લેકચરર ચિરાગભાઈ સેઈલર તથા રાજેશભાઈ ચૌધરી અને પાલસિંગભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ તાલીમ દરમિયાન સુમનભાઈ મગનભાઈ, પ્રદીપભાઈ, મનીષભાઈ, મહેન્દ્રભાઈ, વિરસીંગભાઈ, વિજયભાઈ, નર્મદાબેન, જયશ્રીબેન વિગેરેએ તજજ્ઞો તરીકે સેવા આપી હતી.

 

 

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ભોજન-ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય તાલીમ દરમિયાન સવારે ૬-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકોના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયો હતો. ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપભાઈ આર.ચૌધરીના સંગીતવૃંદ દ્વારા તાપી જિલ્લાનું ગીત, સંગીત, સમૂહગાન, યોગગીત, ભજન-ધૂન રજુ કરાયા હતા. જેને સમગ્ર તાપી જિલ્લાના શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application