વલસાડ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીનાં આધારે ચણવઇ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને રોકવા ઇશારો કરવા છતાં કાર ચાલકે ભગાડી મૂકતા પોલીસે પીછો કરી પારનેરા પારડી સુગર ફેક્ટરી સામે આંતરી લેતાં કાર ચાલકે રિવર્સમાં લેતા પાછળ આવતાં વાહનો વચ્ચે કાર ફસાઇ જતાં પાછળ દોડેલી પોલીસની લાકડી લાગતાં કારના કાચ ફુટી ગયા હતા. જોકે પોલીસે કારમાં બેઠેલા પવનકુમાર લાખેરા (રહે.સાઇ મિલન સોસાયટી, એસએમસી આવાસ, પાલનપુર) ઓમપ્રકા શ કનૈયા લખારા (રહે.વિશ્વકર્મા સોસાયટી, રાંદેર રોડ, સુરત) અને સુનિલ લક્ષ્મીલાલ લખારા (રહે.અશોકા વાટિકા સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત) નાઓની ધરપકડ કરી હતી.
જોકે કારમાંથી કુલ નંગ 276 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,00,800/- અને 1 નંગ મોબાઇલ તથા કાર સહિત રૂપિયા 6.05 લાખનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપી દમણના રઇશ પટેલ, સુરત કોસાડ આવાસના જેનિસર પટેલ, રામસિંગ ચૌહાણ રહે.ગંગાધરા તથા પાયલોટિંગ કરનારા રાકેશ ચૌહાણ અને જીતુ પટેલ નાઓ સહિત કુલ 7 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500