Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિથલ રોડ ઉપર સરકારી વસાહત સામે મોપેડ અડફેટે આવતાં રાહદારી ઈજાગ્રસ્ત, સ્થાનિક લોકોએ બે યુવકોને અટકાવી પોલીસ હવાલે કર્યા

  • February 25, 2023 

વલસાડ તિથલ રોડ ઉપર આવેલી સરકારી વસાહત સામે મોપેડ ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈંડા લેવા જઈ રહેલા રાહદારીને અકસ્માત થતા તેને ઈજા પહોંચી હતી. જયારે સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યાં હતા અને મોપેડ ઉપર સવાર બંને યુવકોને સ્થાનિક લોકોએ અટકાવ્યા હતાં. ત્યારબાદ 108ની મદદ વડે ઇજાગ્રસ્ત રાહદારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે મોપેડ પર સવાર બંને યુવકો દારૂના નશામાં હોવાનું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યાં છે. યુવકો પાસેથી એક ટીન પણ મળી આવ્યું હતું. મોપેડ ઉપર સવાર બંને યુવકોને સીટી પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.







મળતી માહિતી મુજબ, વલસાડનાં તિથલ રોડ ઉપર હેપીનેસ ગલી સામે રહેતા કનુભાઈ બાલુભાઈ રાઠોડ સરકારી વસાહતની બાજુમાં આવેલી બેકરીમાં ઈંડા લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન, આર જે જે સ્કૂલ તરફ જતી મોપેડ નંબર GJ/03/HD/3144ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે મોપેડ હંકારી કનુભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તની મદદે આવ્યાં હતા અને 108ની મદદ લઈ ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બનાવ અંગે મોપેડ ઉપર સવાર બંને યુવકોને સ્થાનિક લોકોએ એક બિયરના ટીન સાથે પકડી વલસાડ સીટી પોલીસના હવાલે કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application