વાપીનાં બલીઠામાં અજાણ્યા વાહનનાં ચાલકે એક યુવકને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા હોવાથી તેનું સ્થળ ઉપર મોત થયું હતું. બનાવની જાણ થતાં ટાઉન પોલીસે લાશને કબજે લઇ ટક્કર મારી ફરાર થનાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, વાપીનાં બલીઠા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ તરીકે ફરજ બજાવતા રાકેશભાઇ પટેલે શનિવારે ટાઉન પોલીસમાં જાણ કરી હતી કે, તેઓને ગામનાં નિતેશભાઇનો ફોન આવેલ કે, વાપી દમણગંગા કોલોનીની દીવાલ પાસે હાઇવેનાં સર્વિસ રોડ પર સુરતથી મુંબઇ તરફ જતા કોઇ એક અજાણ્યા 45 વર્ષીય ઇસમને કોઇ વાહનના ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી સ્થળ ઉપર તેનું મોત નિપજ્યું હતું.
જોકે અકસ્માતનાં પગલે સ્થળ ઉપર પહોંચી જોતા તે યુવક મૃત હાલતમાં મળ્યો હતો. જેથી એમ્બ્યુલન્સને ફોન કરી તેની લાશને ચલા સી.એચ.સી. ખાતે મોકલી દેવાયો હતો. જયારે જાગૃત નાગરિક તરીકે આ બાબતે ઉપ સરપંચે વાપી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા વાહનનાં ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application