વલસાડનાં ઉમરગામનાં સંજાણ વિસ્તારમાં 2 ગૌ વંશને કતલ ખાને લઈ જઈ રહ્યા હોવાની સ્થાનિક લોકોને શંકા જતા સ્થાનિક લોકોએ એકત્રિત થઈ યુવકોને અટકાવતા ગૌ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોને જોઈને એક યુવક ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ ગૌવંશ અને એક ઇસમને ઝડપી ઉમરગામ પોલીસને સોંપ્યો હતો. તે કેસમાં નાસતો ફરતો આરોપી સંજાણ ખાતે પોતાના ઘરે આવનો હોવાની બાતમી મળતા ઉમરગામ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.
જયારે ગત તા.2જી ઓગસ્ટ 2022નાં રોજ ઉમરગામના સંજાણના ફળપાડા ખાતે ખતલવાડા બાયપાસ રોડ ઉપર સ્થાનિક લોકોને મળેલી બાતમીના આધારે રખડતા પશુધનોને દોરવીને લઈ જઈ રહેલા 2 ઈસમો ઉપર ગૌ તસ્કરીની શંકા જતા તેઓને અટકાવતા બે પૈકી એક ઈસમ ભાગી છુટ્યો હતો અને એકને ગૌવંશ સાથે ઝડપી પાડી ઉમરગામ પોલીસના હવાલે કર્યો હતો. ઉમરગામ પોલીસે શાહિદ જાગીર રહેમાનની અટકાયત કરી હતી, જ્યારે શાહ આલમ મૂકતાર બાપુ ત્યાંથી ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે કેસમાં ઉમરગામ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે શાહ આલમ મુકતાર બાપુને બાતમીના આધારે સંજાણ બંદર પાસેથી ઝડપી પાડ્યો હતો. જેની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી એ ગૌ તસ્કરીના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. જેથી આરોપીની અટકાયત કરી ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application