વાપીનાં ડુંગરા વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં ચોરીનો મોબાઇલ સસ્તામાં ખરીદી કરી લોકોને વેચી દેતો દુકાનદાર પોલીસના હાથે ઝડપાયો હતો જોકે પોલીસે કુલ 15 એંડ્રોઇડ, આઇફોન અને ટેબલેટ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમ શુક્રવારે વાપીમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ડુંગરામાં એક દુકાનદાર ચોરીનો ફોન સસ્તામાં ખરીદી લોકોને વેચે છે.
જે બાતમીનાં આધારે પોલીસે ડુંગરા સાયરાનગર ખાતે આવેલ સુહાની કિરાણા સ્ટોરમાં રેડ કરતા આરોપી દુકાનદાર વિનયકુમાર શિવરાજસિંહ રાજપુત (ઉ.વ.27, રહે.ડુંગરા, બલરામ એપાર્ટમેન્ટ) નાને કરિયાણાની દુકાનના ડ્રોઅરમાંથી 15 મોબાઇલ મળી આવ્યા હતા. આમ, પોલીસે જુદી-જુદી કંપનીના એંડ્રોઇડ ફોન, આઇફોન અને ટેબલેટ નંગ-15 જેની કિંમત રૂપિયા 1,30,000/- કબજે લઇ આરોપી દુકાનદાર વિનય સિંહ સામે ડુંગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500