પારડી વિસ્તારની એક કિશોરીની માતા અને કૌટુંબિક ભાઇ ઉપર કુહાડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા બાદ કિશોરીનું અપહરણ કરીને જંગલમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનારા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દેવાનો હુકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, પારડીનાં એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે એક તરફી પ્રેમમાં પડેલ આરોપી સુનીલ જયેશ ધોડીયા પટેલ (રહે.પરીયા વેલવાગડ, તળાવ ફળિયા) જેને ગત તા.4 માર્ચ 2022નાં રોજ કિશોરીનાં ઘરમાં કુહાડી અને લાકડા લઇને સહઆરોપી મહેન્દ્ર ઉર્ફે ટ્રેક્ટર પટેલ સાથે પહોંચી ગયો હતો.
જ્યાં કિશોરીની માતા અને દિયરનાં માથા તેમજ શરીરના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ કિશોરીનાં ગળા ઉપર કુહાડી રાખી તેનું અપહરણ કરી તેઓ ફરાર થઇ ગયા હતા. જો પોલીસમાં જાણ કરશો તો તમારૂ મર્ડર કરી નાખીશું તેવી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.
આમ, આરોપી સુનીલ સગીરાને લઇ જંગલ વિસ્તારમાં ઘૂસી જતા જિલ્લા પોલીસની સમગ્ર ટીમ તેઓને શોધવામાં લાગી ગઇ હતી. જોકે અંતે તે ઝડપાઇ ગયો હતો આ કેસમાં વાપીનાં સ્પેશિયલ જજએ કિશોરીનું અપહરણ કરી જંગલમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારનારા આરોપી સુનીલે જામીન મુક્ત થવા કરેલ જામીન અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી તેની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application