સુરતનાં માંડવી તાલુકામાં રહેતા ગૌરક્ષકોને સોનગઢ તાલુકાનાં જામપુર ગામેથી ગૌવંશ ભરી બોલેરો પીકઅપ ટેમ્પો સુરત-ધુલિયા થઈ મહારાષ્ટ્ર તરફ જવા નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેથી મોડી રાતે સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાં હાઇવે પર પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો પીકઅપ ટેમ્પો આવતા અટકાવી ચાલક શૈલેષ મથુરભાઈ ગામીત (ઉ.વ.૩૦, રહે.ધધડી ફળિયું, મોટી ખેરવાણ ગામ,સોનગઢ) અને સાથી તુષાર સમીરભાઈ ચૌધરી (ઉ.વ.૨૨., રહે.નિશાળ ફળિયું, ગાલખડી, સોનગઢ)ને ઉતરી ટેમ્પાની તલાશી લેતાં પાછળનાં ભાગે ઘાસચારા, પાણી વગર, ટૂંકી દોરીથી ગાય નંગ પ અને વાછરડા નંગ ૨ ભરેલ મળી આવ્યા હતા.
જેથી વાહનને સોનગઢ પોલીસ મથકે લઈ જઈ ગૌરક્ષકોની ફરિયાદ લઈ પોલીસે પશુઓ પ્રત્યેનો ઘાતકીપણા અટકાવવાના અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વાહન સહિત કુલ રૂપિયા ૫.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચાલક શૈલેષ ગામીત સહિત બે’ની અટકાયત કરી હતી. જોકે બંનેની પુછપરછ દરમિયાન ઉમેદભાઈ દેશાભાઈ ગામીત (રહે.નિશાળ ફળિયું,કેલાઈ ગામ, સોનગઢ)નાં કહેવાથી નાયબખાન ઉર્ફે પહેલવાન જાહિરખાન કુરેશી (રહે.નંદુરબાર, મહારાષ્ટ્ર)એ જામપુર લઈ જઈ પીકઅપ ટેમ્પોમાં ગયો ભરાવી હતી અને નવાપુર તાલુકાનાં ખેખડા ખાતેથી બીજા વાહનમાં ગયો અને વાછરડાને અન્ય ટેમ્પામાં ભરી નંદુરબાર લઈ જવાના હતા. તેમજ નાયબખાન કુરેશી નંબર પ્લેટ વગરની લાલ કલરની હોન્ડા યુનિકોર્ન બાઈક પર આગળ પાયલોટીંગ કરતો નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગૌવંશ ભરવા ટેમ્પો મોકલનાર ઉમેદ ગામીત અને નાયબખાન કુરેશી કુરેશીને વાન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500