Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં કુમકુવા ગામેથી કપચી ભરેલ ટ્રકની ચોરી, પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • June 20, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ચાંપાવાડી ગામનાં ગામતલ ફળિયામાં રહેતા રમેશભાઈ પિલાજીભાઈ ગામીત (ઉ.વ.27., મૂળ રહે. ગોપાલપુરા ગામ, ઉપલું ફળિયુ, તા.સોનગઢ) નાએ ગત તા.16/06/2023નાં રોજ સોનગઢનાં કુમકુવા ગામની સીમમાં આવેલ સ્વસ્તિક સ્ટોન કવોરીનાં વજન કાંટાની બાજુમાં પાર્ક કરેલ કપચી ભરેલ ટ્રક ટાટા કંપનીની સફેદ કલરની કેબિન તથા ભૂરા કલરની બોડી વાળી જેનો રજી. નંબર GJ-19-X-3532 નો જેનો એન્જીન નંબર ISBES91804071L63635477નો ચેસીસ નંબર MAT448803H3N27861 છે અને જેની કિંમત રૂપિયા 15,00,000/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે રમેશભાઈ ગામીત નાંએ તા.18/06/2023નાં રોજ ટ્રક ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application