મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડનાં શિકેર ગામમાંથી એક ઈસમ ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા પોલીસ રેઈડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો શનિવારના રોજ ખાનગી વાહનમાં બેસી વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા શિકેર ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, શિકેર ગામનાં મોચી ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર જઈ રેઈડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો.
જોકે પોલીસે સ્થળ પર હાજર ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ સંતોષભાઈ ઉર્ફે સતિષભાઈ છનાભાઈ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતાં ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગેથી એક કાળા કલરના ઝભલામાં ભારતીય બનાવટની દેશી દારૂની કુલ 100 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,000 હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી વિનોદભાઈ ચૌધરીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application