વ્યારા તાલુકાનાં ઉંચામાળા અનુમાલા ટાઉનશિપ ખાતે સીઆઇએસએફ કેમ્પમાં કાકરાપાર સાઇડનાં બેરેક નંબર-6માં રહેતો સીઆઇએસએફ કર્મચારી રમેશ બર્માભાઈ નવાડે શનિવારનાં રોજ નાઈટ શિફ્ટ બદલાતી હોવાથી ફરજ દરમિયાન હાજર ન થતા સીઆઇએસએફ કાકરાપાર યુનિટના પી.આઈ. કે.એસ.રીયાદ સહિત સ્ટાફે શોધખોડ કરી હતી.
તે દરમિયાન રમેશ નવાડે ઉંચામાળા ગામની સીમમાં આવેલ ડાબા કાંઠા નહેરની બાજુમાં જાહેર રસ્તા ઉપર નશાની હાલતમાં પડેલો મળી આવ્યો હતો તેના મોઢામાંથી દારૂ પીધેલની પુષ્કળ ગંધ આવતી હતી અને નશાની હાલતમાં લવારા બકવાસ કરતો હતો તેમજ તેની અંગઝતી દરમિયાન 180 એમ.એલ.ની વ્હિસ્કી બાટલી મળી આવી હતી. જોકે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈપણ કર્મચારીનું દારૂનું સેવન કરવા પરમિટ આપવામાં આવતી ન હોવાથી પરમિટ વગર દારૂના સેવન બદલ સીઆઇએસએફ પી.આઈ. કે.એસ.રિયાદ કાકરાપાર પોલીસ મથકે સીઆઇએસએફ કર્મચારી રમેશ નવાડે સામે પ્રોહી. ગુનાની ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application