મનિષા એસ.સુર્યવંશી/તાપી : ડોલવણનાં ગારવણ ગામનાં સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં પત્તાપાના વતી પૈસાનો હારજીતનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા હતા, જયારે પાંચ જુગારીઓ પોલીસ રેઈડ જોઈ ભાગી છૂટતા તેમણે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ સાંજનાં સમયે ખાનગી વાહનમાં બેસી ગડત બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગારવણ ગામે સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વતી પૈસાનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા કેટલાક ઈસમો ત્યાં બેસી પત્તા પાના ઉપર પૈસા હારજીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે કોર્ડન કરી છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
જયારે પોલીસે રેઈડ જોઈ પાંચ જુગારીઓ ભાગી છૂટ્યા હતા. આમ, પોલીસે જુગાર રમતા જુગારીઓની અંગઝડતી કરતા રોકડ રૂપિયા અને દાવ ઉપરનાં રૂપિયા જુગાર રમવાના સાધનો સહીતનો મુદામાંલા કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અમિતભાઈ વસાવાની ફરિયાદના આધારે ઝડપાયેલ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પાંચ જુગારીઓને વોન્ટેડ જાહેર કાર્ય હતા.
જુગાર રમતા ઝડપાયેલ છ જુગારીઓ...
1.અશોક મગનભાઈ ચૌધરી (રહે.ગારવણ ગામ, આશ્રમ ફળિયું, તા.ડોલવણ),
2.કમલેશ નાવિયાભાઈ ભીલ (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ),
3.જીજ્ઞેશ ગન્યાભાઈ ભીલ (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ),
4.પ્રફુલ રતીલાલભાઈ ભીલ (રહે.ધામણદેવી ગામ, આમલી ફળિયું, તા.ડોલવણ),
5.વીનેશ પુનિયાભાઈ ભીલ (રહે.ધામણદેવી ગામ, આમલી ફળિયું, તા.ડોલવણ) અને
6.દિનેશ શીંગુભાઈ ભીલ (રહે.ધામણદેવી ગામ, નદી ફળિયું, તા.ડોલવણ).
વોન્ટેડ પાંચ જુગારીઓ....
1.અજિત રાયલુંભાઈ ભીલ (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ),
2.રાજુ કંછીભાઈ ચૌધરી (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ),
3.દશરૂ ઝીણાભાઈ ભીલ (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ),
4.અબ્દુલ ઠાકુરભાઈ ભીલ (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ) અને
5.કિરણ દશરૂભાઈ ભીલ (રહે.ગારવણ ગામ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500