Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરીનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • December 21, 2022 

પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે મધુવન એપાર્ટમેન્ટની દુકાન નંબર-B/19 ખાતે ગત તા.21 ઓગસ્ટનાં રોજ તેલના ગોડાઉને મારેલ તાળા તોડી ગોડાઉનમા અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં મુકેલો 3,12,674/-નો તેલનો તથા ધીના જથ્થાની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. જે ગુનામાં અગાઉ તમામ 6 રીસીવર આરોપીઓને અટક કરી તમામ ચોરાયેલ મુદ્દામા કબજે કરવામાં આવ્યો હતો અને ચોરી કરનાર 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




જે અંતર્ગત કડોદરા GIDC પોલિસ સ્ટેશનનાં સ્ટાફને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપી આરીફ મોહમદ રફી (રહે.સચિન, અણમોલ નગર, મુલ્લાજીની બિલ્ડીંગ) અને મોહમદ તબરેઝ જાવેદ (રહે. કડોદરા, અમૃતનગર) નાને કડોદરા નિલમ હોટલની પાછળનાં ભાગેથી બે ઇસમો ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ ગુનામાં અન્ય એક આરોપી હાલ મુંબઇ થાણા સેન્ટ્રલ જેલમાં કૈદ હોવાનું જાણવા મળ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application