Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : મહિલાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

  • November 11, 2022 

સુરતાનાં બારડોલી તાલુકાનાં સુરાલી ગામની રાજ રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં મહિલાને પતિ અને સાસુ સસરાએ મારમારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે મહિલાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ જ્યારે સાસુએ પુત્ર વધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, સોનગઢનાં સોનારપાડાના મૂળ વતની અનીતાબેન પ્રકાશભાઈ સોલંકી (ઉ.વ.33) બારડોલીનાં સુરાલી ગામે રાજ રેસિડેન્સીના ઘર નંબર-21માં પોતાના પતિ પ્રકાશભાઈ સોલંકી, સસરા બચુભાઈ બાબુભાઈ સોલંકી અને સાસુ તારાબેન બચુભાઈ સોલંકી તેમજ બે પુત્રો અને એક પુત્રી સાથે રહે છે.

જોકે અનીતાબેનના તેના પતિ પ્રકાશભાઈ સાથે વારંવાર ઝઘડા થતાં રહે છે. ગત તા.4થી નવેમ્બરના રોજ પુત્રીએ વીટ (હેરરીમુવલ ક્રીમ) માંગવી હોય અનીતાએ પચાસ રૂપિયાની ક્રીમ લાવી આપી હતી. આ બાબતને લઈ સાસુ સસરા અને પતિએ અનીતા સાથે બોલાચાલી ઝઘડો શરૂ કર્યો હતો. રાત્રિના સમયે પતિ પ્રકાશે વીટ ટ્યુબ કેમ લાવી તેમ કહી અનીતાને માર મારવા લાગ્યો હતો. સાસુ સસરાએ પણ ઢીકમુકકીનો માર મારતા અનીતાને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

જ્યારે પ્રકાશને અનિતાના નખ વાગ્યા હતા. અનીતાને વાલોડ સરકાર દવાખાનાથી વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર લઈ પરત ફર્યા બાદ અનીતાએ તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ સામે પક્ષે સાસુએ પણ પોતાની પુત્ર વધુ અનીતાની સામે ફરિયાદ આપી હતી અને જણાવ્યુ હતું કે, અનીતા પ્રકાશને મારતીમારતી રૂમમાં લઈ ગઈ અને છોડાવવા છતાં છોડતી ન હતી.

જોકે અનીતાએ સાસુ અને સસરા સાથે પણ છૂટા હાથની મારમારી કરી હતી, જેમાં સાસુ તારાબેનને ડાબા ઘૂંટણમાં ઇજા થઈ  હતી. તેમને પણ સારવાર અર્થે વાલોડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સાસુ અને પુત્ર વધૂએ સામસામે ફરિયાદ કરતાં પોલીસે બંનેની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application