સુરત જિલ્લાનાં આંબોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલાં મોપેડ સવારને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજા પામેલા સાથે મોપેડ ચાલકનું મોત નિપજ્યું હતુ. જેમાં વિકીકુમાર ચંપકભાઈ રાઠોડ પોતાનાં કબ્જાની અને માલિકીની મોપેડ નંબર GJ/05/NY/6579 લઈને આંબોલી ગામની સીમમાં તાપી નદીનાં બ્રિજ પરથી અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન પુરઝડપે આવેલ અજાણ્યા વાહનનાં ચાલકે પોતાનાં કબ્જાનાં વાહનને પુરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ વિકીકુમારની મોપેડને ટક્કર મારી હતી. ત્યારબાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર વિકીકુમારને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application