સુરતનાં માંડવી તાલુકાનાં ધોબણી નાકાથી તરસાડા બાર તરફના રસ્તે રાત્રીએ ટ્રક ચાલજે એક મોટરસાઇકલને ગંભીર રીતે અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાઇકલ સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર માંડવી નગરમાં સોની ફળિયામાં નાગરિક બેંકની બાજુમાં રહેતા શ્રેય કુમાર વિકાસ ચંદ્ર રાણા (ઉ.વ.20) શનિવારના રોજ મોડી રાતે 10:00 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ નંબર GJ/19/AJ/9346 લઈ શેતાન ફળિયામાં રહેતા સોહનભાઈ જનકભાઈ શુક્લ (ઉ.વ.19) નાને લઇ નીકળ્યા હતા.
તે દરમિયાન માંડવી નગરથી ધોબણી નાકાથી તરસાળા બાર તરફ જતા રસ્તે પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ ટ્રક નંબર GJ/18/BT/9422નાં ચાલાકે મોટરસાયકલને ધડાકાભેડ અડફતે લેતા ચાલક શ્રેય કુમાર રાણાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે મોટરસાયકલની પાછળની સીટ પર બેઠેલા સોહમ શુક્લને ગંભીર ઇજાઓ થતા માંડવી નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે માંડવી સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છુટ્યો હતો સમગ્ર ઘટના અંગે નિકુંજ રાણાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application